Ahmedabad

બેબીલોન ક્લબના બેડમિન્ટન કોચે 13 વર્ષની સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, ઈન્સ્ટા પર બિભત્સ મેસેજ કર્યા

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સોલા સાયન્સ સિટી રોડ પર બેબીલોન ક્લબમાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટેનિસ કોચ નિસર્ગ પંડ્યાએ સગીરાને કારમાં મૂકવા-લેવા જતા શારીરિક અડપલાં કરી, ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ મોકલ્યા હતા. 6 જૂને ક્લબના વોશરૂમ પાસે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતાની ફરિયાદના આધારે સોલા પોલીસે આરોપી નિસર્ગ પંડ્યાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેબીલોન ક્લબના બેડમિન્ટન કોચે 13 વર્ષની સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, ઈન્સ્ટા પર બિભત્સ મેસેજ કર્યા

Ahmedabad News: અમદાવાદના સોલા સાયન્સ સિટી રોડ પર આવેલી બેબીલોન ક્લબમાં આવેલી બેડમિન્ટન કોર્ટમાં ટેનીસ શીખવા આવતી સગીરા સાથે નિસર્ગ પંડ્યા નામના ટેનિસ કોચ દ્વારા શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોલા પોલીસે સગીરાના પિતાની ફરિયાદને આધારે આરોપી નિસર્ગ પંડ્યાની ધરપકડ કરીને તેની જેલ હવાલે કરીને કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ટેનિસ કોચ સગીરાને લેવા મુકવા માટે જતો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરીને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે.

સગીરાને ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ પણ કર્યા

મળતી માહિતી અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાએ વેકેશન દરમિયાન ટેનિસની તાલીમ લેવા માટે સાયન્સ સિટી રોડ પર આવેલા બેબીલોન ક્લબમાં એડમિશન લીધું હતું. તેને નિસર્ગ પંડ્યા નામનો યુવક કોચિંગ આપતો હતો. માર્ચ 2026માં સગીરાને તેણે કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. તે કેટલીકવાર કારમાં મુકવા પણ જતો હતો. આ દરમિયાન તેણે તકનો ગેરલાભ લઈને આવતા જતા શારીરિક છેડછાડ શરૂ કરી હતી અને સગીરાના ઇન્સ્ટાગ્રામ પર પણ ગંદા મેસેજ કર્યા હતા.

ત્યારબાદ છ જૂનના રોજ તેણે બેબીલોન ક્લબના વોશરૂમની બાજુમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી હતી. જો કે માતા પિતાને શંકા જતા વિશ્વાસમાં લઈને પૂછતા પુત્રીએ તેની સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી. જેના આધારે સોલા પોલીસ મથકે ટેનિસ કોચ નિસર્ગ પંડ્યાની ધરપકડ કરી હતી.

સગીરાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે આરોપી બેબીલોન ક્લબથી સાયન્સ સિટી કનેક્ટિંગ રોડ તેમજ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે આવેલા ટેનીસ કોર્ટથી સગીરાના ઘરે આવતા કારમાં તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકણે જણાવ્યું કે આ કેસમાં આરોપી નિસર્ગ પંડ્યાની ધરપકડ કરીને તેનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. સાથેસાથે આરોપીને હાલ જેલ હવાલે કરાયો છે.