અમદાવાદ: મહિલા પ્રોફેસર પર રાજકોટની મહિલાએ લગાવ્યો અનૈતિક સંબંધોનો આક્ષેપ, વીડિયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં રહેતા અને એક ખાનગી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મહિલાએ રાજકોટની મહિલા પર ગંભીર આરોપ લગાવ્યો છે. રાજકોટની એક મહિલાએ પોતાના પતિ સાથે આ મહિલા પ્રોફેસરના અનૈતિક સંબંધો હોવાના આક્ષેપ મૂકી, સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો વાયરલ કરી દીધા હતા. આ મામલે ભોગ બનનારી મહિલા પ્રોફેસરે રાજકોટની મહિલા સામે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ટ્યુશન ક્લાસના પરિચયનો ગેરલાભ ઉઠાવી લગાવ્યા આક્ષેપ
પોલીસ ફરિયાદ અનુસાર, મહિલા પ્રોફેસર અગાઉ રાજકોટમાં રહેતા હતા અને ત્યાં ટ્યુશન ક્લાસ ચલાવતા હતા. આ દરમિયાન તેઓ રાજકોટના નવીન ચાંડપા નામના વ્યક્તિની બે દીકરીને ટ્યુશન આપતા હતા. આ પ્રોફેશનલ પરિચયનો ગેરલાભ ઉઠાવીને નવીનની પત્ની જયશ્રીબહેન ચાંડપાએ મહિલા પ્રોફેસર પર તેના પતિ સાથે અફેર હોવાનો ગંભીર અને આરોપ લગાવ્યો હતો.
ગત 25મી જુલાઈના રોજ મહિલા પ્રોફેસરના ધ્યાન પર આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મહિલા પ્રોફેસર અને નવીનની તસવીર સાથે પતિ-પત્નીની મારામારીનો વીડિયો જોડવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, મારા પતિને આ પ્રોફેસર સાથે આડા સંબંધ છે, હું ના પાડું તો મારો પતિ મને ઢોર માર મારી છૂટાછેડા માંગે છે અને બાળકોને મારી નાખવાની ધમકી આપે છે.
આ ઉપરાંત કેપ્શનમાં એવો પણ દાવો કરાયો છે કે, મહિલા પ્રોફેસર અમદાવાદ શિફ્ટ થઈ ગયા હોવા છતાં નવીન તેમને મળવા ત્યાં જાય છે.
પરિજનોને ફોન પર ગાળો આપી
બદનામીભર્યો વીડિયો વાયરલ કરવા ઉપરાંત, આરોપી મહિલા જયશ્રીબહેને ભોગ બનનારી મહિલા પ્રોફેસરની માતાને પણ ફોન કરીને અપશબ્દો કહ્યા હતા.









