Ahmedabad
અસારવા સ્ટેશન પર પ્લેટફોર્મની કામગીરીને પગલે 1 મહિનાનો ટ્રાફિક બ્લોક: મેમૂ ટ્રેન રદ, ઇન્દોર એક્સપ્રેસ હવે નરોડા સુધી જ દોડશે
By GS Team
30 Sep 20261 min read
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ અસારવા રેલવે સ્ટેશન પર 1 થી 30 ઓક્ટોબર દરમિયાન પ્લેટફોર્મ વોલના નિર્માણ કાર્યને કારણે ટ્રાફિક બ્લોક લેવાયો છે. 69245 અને 69246 મેમૂ ટ્રેનો રદ કરાઈ છે. 19315 ઇન્દોર-અસારવા વીર ભૂમિ એક્સપ્રેસ 30 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર સુધી નરોડામાં શોર્ટ ટર્મિનેટ થશે, જ્યારે 19316 અસારવા-ઇન્દોર એક્સપ્રેસ 1 થી 30 ઓક્ટોબર દરમિયાન નરોડાથી ઉપડશે. 09406 ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ 1 ઓક્ટોબરે નરોડામાં શોર્ટ ટર્મિનેટ થશે.
00:00
00:36
Summarized by AI; it may make mistakes. Check important info

Asarwa Railway Station Traffic Block: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા અસારવા રેલવે સ્ટેશન પર દીવાલની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. જેમાં અસારવા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર પ્લેટફોર્મ વોલના નિર્માણ કાર્યને પગલે 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે અસારવા તરફ આવતી-જતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો છે, જેમાં મેમૂ ટ્રેન સંપૂર્ણ રદ અને કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ કરવામાં આવી છે.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નં. 69245 (અસારવા–હિંમતનગર મેમૂ): 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રદ રહેશે.
- ટ્રેન નં. 69246 (હિંમતનગર–અસારવા મેમૂ): 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટ અને નરોડાથી ઉપડનારી ટ્રેનો
- ટ્રેન નં. 19315 (ઇન્દોર–અસારવા વીર ભૂમિ એક્સપ્રેસ): 30 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર દરમિયાન અસારવા સુધી જવાને બદલે નરોડા સ્ટેશન પર જ યાત્રા પૂર્ણ (શોર્ટ ટર્મિનેટ) કરશે.
- ટ્રેન નં. 19316 (અસારવા–ઇન્દોર વીર ભૂમિ એક્સપ્રેસ): 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન અસારવાને બદલે નરોડા સ્ટેશનથી ઉપડશે.
- ટ્રેન નં. 09406 (ખેડબ્રહ્મા–અસારવા ભાદરવી પૂનમ સ્પેશિયલ): 1 ઓક્ટોબરના રોજ અસારવાના બદલે નરોડા સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.