Ahmedabad

મોંઘવારીનો વધુ એક ડામ: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી 'કડવી' થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં મોંઘવારીનો માર ચાની કીટલીઓ સુધી પહોંચ્યો છે. છેલ્લા 10 દિવસમાં ખાંડનો ભાવ 45 રૂપિયાથી વધી 70 રૂપિયાને પાર થતાં, ચા-કોફીના ભાવમાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અગાઉ 10 રૂપિયામાં મળતી કટિંગ ચા હવે 15 રૂપિયામાં મળશે, જ્યારે કોફી 20 રૂપિયામાં મળશે. ખાંડ ઉપરાંત દૂધ અને ગેસના ભાવ પણ ઉંચા હોવાથી ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારીનો વધુ એક ડામ: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી 'કડવી' થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

Ahmedabad Sugar Prices: ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવ્યા બાદ હવે મોંઘવારી હવે છેક ચાની કિટલીઓ સુધી પહોંચી છે. ખાંડના ભાવ વધતાં હવે અમદાવાદ શહેરમાં ચા અને કોફીના ભાવમાં 5 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. છેલ્લા દસેક દિવસમાં ખાંડના ભાવમાં ઉછાળો આવતાં ચા -કોફીની ચુસકી મોંઘી થતાં ગ્રાહકોના ખિસ્સા પર આર્થિક બોજ વધ્યો છે.

10 દિવસમાં ખાંડનો ભાવ 45થી વધી 70ને પાર

સ્થાનિક હોલસેલ અને રિટેલ બજારમાં છેલ્લા એક સપ્તાહથી ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. માત્ર 10 દિવસ પહેલા 45 રૂપિયા પ્રતિ કિલો મળતી ખાંડનો કિલોનો ભાવ હવે 70 રૂપિયાને પાર થઈ ગયો છે. ખાંડ મોંઘી થતાં ચા-કોફી બનાવવાનો દૈનિક ખર્ચ ઘણો વધી ગયો છે, જેના કારણે ભાવ ચાનો સ્વાદ કડવો બન્યો છે. સાથે સાથે ચાની કિટલી ધરાવનારાઓ માટે ચા-કોફીનો ભાવ વધારવો મજબૂરી બની ગઈ છે.

અગાઉ 10 રૂપિયામાં મળતી અડધી કટીંગ ચા હવે 15 રૂપિયામાં મળશે, જ્યારે 15 રૂપિયા વાળી અડધી કોફીનો ભાવ વધીને હવે 20 રૂપિયા કરાયો છે. આ ઉપરાંત ચાની કિટલી પર 10 રૂપિયાનું ચા પાર્સલ આપવાનું બંધ કરીને લઘુત્તમ 15-20 રૂપિયાનું પાર્સલ શરૂ કરાયું છે. ખાંડ ઉપરાંત દૂધ અને ગેસના ભાવ પણ પહેલેથી જ વધારે છે. હવે ખાંડમાં પણ સીધો 25 રૂપિયા જેટલો વધારો થતાં ચા-કોફીના ભાવ વધ્યાં છે. બીજી તરફ, રોજીંદી રોજગારી મેળવતા શ્રમિકોથી માંડીને મધ્યમ વર્ગના નાગરિકો માટે હવે ચા પીવી પણ મોંઘી સાબિત થઈ રહી છે.