Ahmedabad

અમદાવાદ: CJP-કોંગ્રેસ નેતાઓએ મલાલાના પુસ્તકનું વાંચન ગોઠવતા બજરંગદળનો ઉગ્ર વિરોધ, બોલાચાલી બાદ ધોલધપાટ

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં પાકિસ્તાની મલાલા યુસુફઝઈના પુસ્તક વિવાદે જોર પકડ્યું છે. 27 ઓગસ્ટે વસ્ત્રાપુરમાં CJP અને કોંગ્રેસના આગેવાનો પુસ્તક વાંચન ફરી શરૂ કરાવવા એકઠા થયા હતા. બજરંગ દળના કાર્યકરોએ વિરોધ નોંધાવતા મામલો ઉગ્ર બન્યો. શાબ્દિક ઘર્ષણ અને ટપલીદાવ થતા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો, અને ટોળું વિખેર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: CJP-કોંગ્રેસ નેતાઓએ મલાલાના પુસ્તકનું વાંચન ગોઠવતા બજરંગદળનો ઉગ્ર વિરોધ, બોલાચાલી બાદ ધોલધપાટ

Anand Niketan School Malala Yousafzai Book Controversy: અમદાવાદના બોપલમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ છેલ્લાં કેટલાક દિવસોથી વિવાદના વંટોળમાં ફસાયેલી છે. શાળામાં પાકિસ્તાની મલાલા યુસુફઝઈના પુસ્તક વિવાદને લઈને આજે(27 ઓગસ્ટ) વસ્ત્રાપુર ખાતે કોક્રોચ જનતા પાર્ટી(CJP) તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા પુસ્તકનું વાંચન અને અભ્યાસ પુનઃ શરૂ કરાવવા હેતુ એકઠા થયા હતા. આ મામલે બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવતા મામલો ઉગ્ર બન્યો હતો.

વસ્ત્રાપુરમાં મલાલાના પુસ્તકનું વાંચન ફરી શરૂ કરાવવા હોબાળો

ઘટના એમ છે કે, આનંદ નિકેતન સ્કૂલમાં કાશ્મીર મુદ્દે ભારતનો વિશ્વભરમાં વિરોધ કરનાર પાકિસ્તાની મલાલા યુસુફઝઈનું પુસ્તક બાળકોને વાંચવા આપવાના મામલે બજરંગ દળ દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, ભારે વિરોધ બાદ શાળાના બાળકોને તે પુસ્તક વંચાવવાનું બંધ કર્યું હતું.

CJP-કોંગ્રેસ નેતાઓ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે સામસામે વિરોધ

હવે આ મામલે કોક્રોચ જનતા પાર્ટી અને કોંગ્રેસના યુવા નેતાઓ મેદાન આવ્યા છે. જેમાં આ પુસ્તકનું વાંચન અને અભ્યાસ પુનઃ શરૂ કરાવવા કોક્રોચ જનતા પાર્ટી તથા કોંગ્રેસના પાર્થિવસિંહ કાઢવાડીયા અને કેટલાક નેતાઓ ઔડા ગાર્ડન વસ્ત્રાપુર ખાતે એકઠા થયા હતા. આ મામલે બજરંગ દળને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારત વિરોધી મલાલાનો પ્રચાર અને સમર્થન બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેવામાં મામલો ઉગ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોમાં શાબ્દિક ઘર્ષણ બાદ ટપલીદાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં ગ્રાહકો કરી શકશે સ્થળ પર જ ચકાસણી, દુકાનોમાં ટેસ્ટિંગ કીટ ફરજિયાત મૂકવાની સૂચના

પોલીસ કાફલો દોડી આવ્યો

વસ્ત્રાપુરમાં મલાલાના પુસ્તકનું વાંચન ફરી શરૂ કરાવવા CJP-કોંગ્રેસ નેતાઓ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે સામસામે વિરોધને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. આ પછી પોલીસે સમગ્ર મામલે થાળે પાડી ટોળું વિખેર્યું હતું.