Ahmedabad

AMTSના મુસાફરો સાવધાન! બસમાં ભીડનો લાભ લઈ વૃદ્ધાના પર્સમાંથી 7 લાખની સોનાની બંગડીઓ ચોરાઈ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMTS બસમાં મુસાફરી કરતી 60 વર્ષીય વૃદ્ધ મહિલા વિજયલક્ષ્મીબહેન યાદવના પર્સમાંથી 4 લાખ રૂપિયાની 4 સોનાની બંગડીઓની ચોરી થઈ છે. નવા વાડજ અખબારનગર બસ સ્ટેશન પાસે બસ બદલતી વખતે ભીડનો લાભ ઉઠાવી અજાણ્યો ચોર દાગીના સેરવી ગયો હતો. વાડજ પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMTSના મુસાફરો સાવધાન! બસમાં ભીડનો લાભ લઈ વૃદ્ધાના પર્સમાંથી 7 લાખની સોનાની બંગડીઓ ચોરાઈ

Ahmedabad AMTS Bus Theft: અમદાવાદની AMTS બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવા વાડજ અખબારનગર બસ સ્ટેશન પાસે બસ બદલવા માટે ઉતરેલી એક વૃદ્ધ મહિલાના પર્સમાંથી ચોરે નજર ચૂકવીને અંદાજે 7.29 લાખ રૂપિયાની કિંમતની સોનાની ચાર બંગડીઓ ચોરી કરી નાસી છૂટ્યો છે. આ મામલે ભોગ બનનાર મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ચાલુ બસે ભીડનો લાભ ઉઠાવી નજર ચૂકવી

મળતી માહિતી અનુસાર, વંદે માતરમ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વિજયલક્ષ્મીબહેન યાદવ આ ચોરીનો ભોગ બન્યા છે. ત્રીજી જુલાઈના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ વિજયલક્ષ્મીબહેન તેમના પતિ સાથે સરદારનગર આંબાવાડી જવા માટે નીકળ્યા હતા. તેઓ પોતાના ઘર નજીક આવેલા AMTS બસ સ્ટેશનથી બસમાં સવાર થયા હતા. બસમાં ભારે ભીડ હોવાનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યા ગઠિયાએ ચાલુ બસે તેમનું ધ્યાન ચૂકવીને પર્સમાંથી દાગીના સેરવી લીધા હતા.

ચોરી.jpg

બસમાંથી નીચે ઉતરતા જ ખુલ્લું પર્સ જોઈ મહિલા ચોંકી ઉઠ્યા

આગળના પ્રવાસ માટે બીજી બસ બદલવાની હોવાથી વૃદ્ધ દંપતી અખબારનગર, નવા વાડજ AMTS બસ સ્ટેશન ખાતે ઉતર્યું હતું. બસમાંથી નીચે ઉતરીને વિજયલક્ષ્મીબહેને જ્યારે જોયું તો તેના હાથમાં રહેલું મોટું પર્સ ખુલ્લું હતું અને તેની અંદર રાખેલું એક નાનું પર્સ ગાયબ હતું. આ નાના પર્સમાં કુલ 4 સોનાની બંગડીઓ રાખેલી હતી. સોનાની બંગડીઓ ચોરાઈ ગઈ હોવાની જાણ થતાં જ વિજયલક્ષ્મીબહેન યાદવે તાત્કાલિક વાડજ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા ચોર સામે ગુનો નોંધાવ્યો હતો.

બે આરોપી ઝડપાયા

પોલીસે આ મામલે બે આરોપી ભલાજી ઠાકોર (રહે. ચાંદખેડા, મૂળ ખેડા) અને દિપક કંસારા (રહે. ખોખરા)ની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી રિક્ષા ચલાવતા ભલાજી ઠાકોર અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટના ગુનામાં પણ પકડાઈ ચુક્યો હોવાનો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. જ્યારે આ ચોરીમાં સામેલ મયુર ડાભી (રહે. ઈસનપુર) નામના અન્ય આરોપી ફરાર છે, તેને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.