Ahmedabad

અમદાવાદ: ભાઈબીજના દિવસે AMTSની મહિલાઓને ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે AMTS દ્વારા શહેરની મહિલાઓ માટે ખાસ ભેટની જાહેરાત કરવામાં આવી છે. 11 નવેમ્બરના રોજ, ભાઈબીજના દિવસે, શહેરની તમામ મહિલાઓ AMTS બસોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. રક્ષાબંધન બાદ, પ્રથમવાર ભાઈબીજે પણ આ યોજનાનો લાભ અપાશે, જેથી બહેનોને અવરજવરમાં આર્થિક રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ભાઈબીજના દિવસે AMTSની મહિલાઓને ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી

Ahmedabad AMTS Free Travel Women Bhai Dooj: અમદાવાદમાં ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહના પર્વ ભાઈબીજ નિમિત્તે AMTS દ્વારા શહેરની મહિલાઓને ખાસ ભેટ આપવામાં આવી છે. ભાઈબીજના દિવસે(11 નવેમ્બર) શહેરની તમામ બહેનો AMTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. રક્ષાબંધનના પર્વ પર મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપ્યા બાદ હવે ભાઈબીજના દિવસે પણ આ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTSના ચેરમેનના દાવા મુજબ, આ પ્રથમ વખત ભાઈબીજના દિવસે મહિલા મફતમાં મુસાફરી કરવાની યોજના લાવવામાં આવી છે.

ભાઈબીજના દિવસે મહિલાઓ AMTSમાં કરી શકશે મફતમાં મુસાફરી

AMTS કમિટીના ચેરમેને જણાવ્યું કે, AMTS દ્વારા તહેવારો દરમિયાન મહિલાઓને જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી આ સુવિધા આપવામાં આવી રહી છે. ભાઈબીજના દિવસે શહેરમાં બહેનો પોતાના ભાઈઓને તિલક કરવા અથવા પરિવારજનોને મળવા માટે અવરજવર કરતી હોય છે. આવા સમયે AMTS બસમાં મફત મુસાફરીની સુવિધા મળવાથી મહિલાઓને આર્થિક રાહત મળશે.

રક્ષાબંધન પર અંદાજે 82 હજાર મહિલાઓએ યોજનાનો લાભ લીધો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ રક્ષાબંધનના દિવસે પણ AMTS દ્વારા મહિલાઓને નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવામાં આવી હતી. તે દિવસે અંદાજે 82 હજાર મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો હતો. રક્ષાબંધન બાદ હવે ભાઈબીજના પર્વ પર પણ આ નિર્ણય લેવાતા શહેરની બહેનોને ફરી એકવાર મફત બસ મુસાફરીનો લાભ મળશે.