અમદાવાદ: AMCના 9 પ્લોટમાંથી માત્ર 3નું જ થયું વેચાણ, 6 પ્લોટ માટે ખરીદદાર જ ન મળ્યા, કોમર્શિયલ પ્લોટમાંથી ₹239 કરોડની આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC Plot Auction: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) ટી.પી. સ્કીમ હેઠળ મળેલા પ્લોટનું વેચાણ કરીને આવક ઊભી કરતું હોય છે. જો કે, પ્લોટ વેચવાની આ કવાયતમાં તંત્રને ધાર્યા પ્રમાણે સફળતા મળી નથી. સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાક હેતુના 3 અને કોમર્શિયલ હેતુના 6 મળીને કુલ 9 પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. જો કે, આ પૈકી માત્ર 3 કોમર્શિયલ પ્લોટનું જ વેચાણ થઈ શક્યું છે. આ 3 પ્લોટના વેચાણથી કોર્પોરેશનને કુલ 239.07 કરોડ રૂપિયાની આવક થઈ છે. બીજી તરફ, રહેણાક હેતુના ત્રણેય પ્લોટ સહિત બાકીના 6 પ્લોટના ખરીદદાર મળ્યા નથી.
AMCના 9 પ્લોટમાંથી માત્ર 3નું જ થયું વેચાણ, 6 પ્લોટ માટે ખરીદદાર જ ન મળ્યા
કોર્પોરેશન દ્વારા વેચાણ માટે મૂકવામાં આવેલા આ પ્લોટ ગોતા, જગતપુર અને રાણીપ વિસ્તારમાં આવેલા છે. નવ પ્લોટમાંથી 3 કોમર્શિયલ પ્લોટના જ ખરીદદાર મળ્યા છે, જ્યારે રહેણાક હેતુના ત્રણેય પ્લોટ વેચાયા નથી. આ ઉપરાંત વેચાણ માટે મૂકવામાં આવેલા અન્ય 3 કોમર્શિયલ પ્લોટનું પણ વેચાણ થઈ શક્યું નથી. આમ, કુલ નવમાંથી 6 પ્લોટ હજુ વેચાણ વગરના છે. ટી.પી. સ્કીમ હેઠળ મળેલી જમીનનો ઉપયોગ કરીને આવક ઊભી કરવાનો કોર્પોરેશનનો પ્રયાસ હોવા છતાં તમામ પ્લોટ માટે ખરીદદારોનો પ્રતિસાદ મળ્યો નથી.
મામૂલી વધારા સાથે ત્રણેય પ્લોટ વેચાયા
ટી.પી. | ક્ષેત્રફળ | બેઝ પ્રાઇસ (લાખમાં) | ઓફર પ્રાઇસ (લાખમાં) | કુલ આવક (કરોડમાં) |
56 (ગોતા-સોલા-ઓગણજ) | 1706 | 1.70 | 1.82 | 31.05 |
34 (જગતપુર) | 7078 | 1.85 | 1.88 | 133.07 |
66 (રાણીપ-ચેનપુર-ચાંદલોડિયા) | 5511 | 1.31 | 1.36 | 74.95 |
કુલ | - | - | - | 239.07 |
પ્લોટ વેચાતા નથી તેની પાછળ ઊંચી બેઝ પ્રાઇઝ, સમગ્ર વ્હાઇટ પેમેન્ટ સહિતના કારણો જવાબદાર
કોર્પોરેશનના પ્લોટ વેચાણમાં ઓછો પ્રતિસાદ મળવા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઘણી વખત પ્લોટની બેઝ પ્રાઇઝ ઊંચી હોવાથી ખરીદદારો કે ઓફરદારો આગળ આવતા નથી. કેટલાક પ્લોટ અશાંતધારા હેઠળ આવતા વિસ્તારોમાં આવેલા હોય છે, પરંતુ અશાંતધારાનું સર્ટિફિકેટ ન મળતા બિડ રદ કરવી પડે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારો બિલ્ડરોને પસંદ ન આવતા હોવાની પણ સ્થિતિ છે. કોર્પોરેશનને સમગ્ર ચુકવણી વ્હાઇટમાં કરવાની હોય છે અને પેમેન્ટની શરતો પણ કડક હોવાથી ખરીદદારોની સંખ્યા મર્યાદિત રહે છે. આ તમામ પરિબળોને કારણે વેચાણ માટે મૂકવામાં આવેલા દરેક પ્લોટ માટે ખરીદદાર મળતા નથી.




