Ahmedabad

AMCની રિવ્યુ બેઠકમાં આંકડાનો ગોટાળો: 100 કિલોથી વધુ કચરો પેદા કરતા યુનિટની સંખ્યામાં DMC અને હેલ્થ અધિકારીના અલગ જવાબ

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યૂ મીટિંગમાં કમિશનર સમક્ષ કચરા વ્યવસ્થાપન મુદ્દે અધિકારીઓના આંકડામાં મોટો તફાવત સામે આવ્યો હતો. 100 કિલોથી વધુ કચરો પેદા કરતા યુનિટના રજિસ્ટ્રેશનમાં પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરે 70 હોટલ-રેસ્ટોરન્ટ હોવાનું જણાવ્યું. જ્યારે હેલ્થ વિભાગે આ સંખ્યા 5000 હોવાનું કહેતાં કમિશનરે સ્પષ્ટતા માંગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCની રિવ્યુ બેઠકમાં આંકડાનો ગોટાળો: 100 કિલોથી વધુ કચરો પેદા કરતા યુનિટની સંખ્યામાં DMC અને હેલ્થ અધિકારીના અલગ જવાબ

AMC Review Meeting Waste Management Data Discrepancy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની રિવ્યૂ મીટિંગમાં 100 કિલોથી વધુ કચરો પેદા કરતા યુનિટના રજિસ્ટ્રેશનને લઈને અધિકારીઓના આંકડામાં જ મોટો તફાવત સામે આવ્યો હતો. પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરે અમદાવાદમાં આવા આશરે 70 હોટલ-રેસ્ટોરન્ટ હોવાનું જણાવ્યું હતું. જ્યારે હેલ્થ વિભાગના અધિકારીએ આવા યુનિટની સંખ્યા આશરે 5 હજાર હોવાનું જણાવતાં કમિશનરે બંને આંકડા અંગે અધિકારીઓ પાસે સ્પષ્ટતા માગી હતી.

AMCની રિવ્યુ બેઠકમાં આંકડાનો ગોટાળો

રિવ્યૂ દરમિયાન 100 કિલોથી વધુ કચરો પેદા કરતા યુનિટના રજિસ્ટ્રેશન અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરે આવા 70 હોટલ-રેસ્ટોરન્ટ હોવાનું જણાવ્યું હતું. જોકે, આ જ મુદ્દે હેલ્થ વિભાગના અધિકારીએ સંખ્યા આશરે 5 હજાર હોવાનું જણાવતાં મીટિંગમાં જ બંને આંકડા વચ્ચે મોટો તફાવત સામે આવ્યો હતો. એક તરફ 70 અને બીજી તરફ 5 હજારનો આંકડો આવતા રિવ્યૂ મીટિંગમાં અધિકારીઓ પાસે ડેટાની ચોકસાઈ અંગે સવાલો થયા હતા.

કમિશનરે વિગતો ચકાસવા કહ્યું

આંકડામાં તફાવત સામે આવ્યા બાદ કમિશનરે અધિકારીઓને યોગ્ય વિગતો ચકાસીને રજૂ કરવા અંગે ટકોર કરી હતી. 100 કિલોથી વધુ કચરો પેદા કરતા યુનિટના રજિસ્ટ્રેશન અને તેની કામગીરી અંગે કોર્પોરેશન પાસે એકસરખો અને ચોક્કસ ડેટા હોવો જરૂરી છે ત્યારે બે અલગ આંકડા સામે આવતા અધિકારીઓને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પશ્ચિમ ઝોનના અન્ય મુદ્દે પણ સવાલો

રિવ્યૂ મીટિંગમાં માત્ર કચરાના આંકડાનો મુદ્દો જ નહીં, પરંતુ પશ્ચિમ ઝોનની અન્ય કામગીરી અંગે પણ કમિશનરે સવાલો કર્યા હતા. પબ્લિક ટોયલેટની સંખ્યા, તેની સફાઈ અને રિપેરિંગ કરતી એજન્સીઓ તેમજ કેટલા વિસ્તારમાં કેટલા ટોયલેટ હોવા જોઈએ તે અંગે પણ વિગતો માગવામાં આવી હતી. આ મામલે સર્વે કરીને રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓની લાંબી ગેરહાજરી અંગે પણ કાર્યવાહી ઝડપી બનાવવા જણાવાયું હતું. બીજી તરફ દબાણ સામેની કામગીરીમાં પેનલ્ટીની રકમ ઓછી હોવા અંગે તેમજ 15 કિમીના ટીપી રોડ ખોલવાના ટાર્ગેટ સામે માત્ર 500 મીટર કામગીરી થઈ હોવા અંગે પણ ટકોર કરવામાં આવી હતી. રિવ્યૂ દરમિયાન પાર્કિંગ ફીના નવા સ્ટાન્ડર્ડ, વોટર લોગિંગના સ્પોટ, જીઆઈએસ મેપિંગ વગર પેમેન્ટ નહીં કરવા તેમજ પ્રદૂષિત પાણીના આઉટફ્લો જેવા મુદ્દાઓની પણ ચર્ચા થઈ હતી.