અમદાવાજ: કેનેડા મોકલવાના બહાને યુવક સાથે 6 લાખની છેતરપિંડી, વિઝા એજન્ટ સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Visa Scam: અમદાવાજના વસ્ત્રાલમાં રહેતા યુવકને કેનેડા જવાની ઈચ્છા ભારે પડી હોવાની ઘટના સામે આવી છે. એક પરિચિત દ્વારા તેણે સાયન્સ સિટી રોડ પર ગુરુ ઇન્ટરનેશનલ નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતા એજન્ટ નિતેશ રાવલના સંપર્કમાં આવ્યા હતા. નિતેશે કેનેડાના વિઝા અને અન્ય તમામ પ્રક્રિયા સરળતાથી કરી આપવાનો દાવો કરીને આ યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો.
20 લાખમાં નક્કી થઈ હતી ડીલ
બંને પક્ષો વચ્ચે ચિલોડા રોડ પર થયેલી પ્રાથમિક મુલાકાતમાં કેનેડા જવા માટે કુલ 20 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. આ ડીલ મુજબ પ્રક્રિયા શરૂ કરવા માટે એડવાન્સ પેટે 6 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું. એજન્ટની વાતો પર વિશ્વાસ મૂકીને વર્ષ 2024માં કાર્તિક અને તેનો પરિવાર સોલા રોડ પર કારગીલ પેટ્રોલ પંપ પાસે ગ્રેસ બિઝનેસ પાર્ક ખાતે આવેલી નિતેશની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેણે 6 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા, જેની સામે એજન્ટે પહોંચ પણ આપી હતી અને ટૂંક સમયમાં કામ શરૂ થવાની ખાતરી આપી હતી.
6 લાખ રોકડા લીધા બાદ બહાના બતાવ્યા
રોકડ રકમ આપ્યા બાદ લાંબો સમય વીતી જવા છતાં કેનેડાની ફાઈલ અંગે કોઈ જ કાર્યવાહી આગળ ન વધતા કાર્તિકે એજન્ટની વારંવાર પૂછપરછ કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, નિતેશ રાવલ દ્વારા પ્રક્રિયા ચાલુ હોવાના માત્ર બહાના બતાવીને સમય પસાર કરવામાં આવતો હતો. વારંવારની ઉઘરાણી છતાં યુવકને ન તો કેનેડા મોકલવામાં આવ્યો કે ન તો તેના 6 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં ભોગ બનનાર યુવકે કાયદાનો આશરો લઈ નિતેશ રાવલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી છે.









