અમદાવાદમાં યુનિક માર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડનું ફુલેકુ: ડાયરેક્ટરો ઓફિસ બંધ કરીને ફરાર, નવરંગપુરામાં ફરિયાદ નોંધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં યુનિક માર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના ડાયરેક્ટરો અને સંચાલકોએ લાખોની છેતરપિંડી કરી હોવાની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ એજન્ટની નિમણૂંક કરીને રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી કર્યા બાદ ઓફિસ બંધ કરીને ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં યુનિક માર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડનું ફુલેકુ
ફરિયાદ મુજબ, નવરંગપુરા જૂની હાઇકોર્ટ પાસે આવેલી માર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડની ઓફિસ બંધ કરીને ડાયરેક્ટર અને મેનેજર નાણાં લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે કલોલના રહેવાસી વિષ્ણુ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, થોડા વર્ષ પહેલા ભોગ બનનાર યુવકની યુનિક માર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના એજન્ટ સંજય પટેલ અને રાજેશ પટેલ સાથે મુલાકાત થઈ હતી. તેમણે માસિક ઇન્કમ અને ફીક્સ ડીપોઝીટની સ્કીમ સમજાવવાની સાથે વિષ્ણુને એજન્ટ તરીકે કામ કરવા માટે ઓફર આપી હતી. જેના આકર્ષક લાભ સમજાવ્યા હતા.
આ પછી વિષ્ણુએ વિશ્વાસ રાખીને એજન્સી લીધી અને તેના દ્વારા તેમજ અન્ય ગ્રાહકો થકી કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ મુદ્દત પૂર્ણ થયા બાદ પણ નાણાં પરત મળ્યા નહોતા અને ડાયરેક્ટર ઉત્કર્ષ રાય અને રાજકુમાર રાય તેમજ મેનેજર મુકેશ અને ઘનશ્યામ ઓફિસ બંધ કરીને રોકાણકારોના નાણાં લઇને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.









