Ahmedabad

અમદાવાદથી બાગડોગરા જતી સ્પાઈસજેટની ફ્લાઈટ અચાનક રદ, અટવાયેલા મુસાફરોનો એરપોર્ટ પર હોબાળો

By GS Team
15 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 15 નવેમ્બરે બાગડોગરા જતી સ્પાઈસજેટની SG-637 ફ્લાઈટ અચાનક રદ થતા મુસાફરો અટવાયા હતા. પૂર્વ સૂચના વિના ફ્લાઈટ રદ કરાતા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. તેમને વૈકલ્પિક વ્યવસ્થા કે રિફંડ અંગે સ્પષ્ટતા ન મળતા રોષ જોવા મળ્યો હતો. સ્પાઈસજેટની આર્થિક સમસ્યાઓને કારણે ફ્લાઈટ્સ રદ થતી હોવાનો આક્ષેપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદથી બાગડોગરા જતી સ્પાઈસજેટની ફ્લાઈટ અચાનક રદ, અટવાયેલા મુસાફરોનો એરપોર્ટ પર હોબાળો

Ahmedabad to Bagdogra SpiceJet Flight Cancelled: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 15 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે બાગડોગરા જવા માટે રવાના થનારી સ્પાઈસજેટની ફ્લાઈટ SG-637 અચાનક રદ કરી દેવામાં આવી છે. કોઈ પૂર્વ સૂચના વિના ફ્લાઈટ કેન્સલ થતાં તમામ મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા, જેના કારણે ટર્મિનલ પર ભારે હોબાળો મચ્યો હતો.

એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો અને રોષ

ફ્લાઈટ રદ થવાની જાહેરાત થતાં જ મુસાફરોએ એકઠા થઈને એરલાઈન્સના કાઉન્ટર પર વિરોધ નોંધાવ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે ફ્લાઈટ રદ થયા બાદ તેમને ન તો કોઈ વૈકલ્પિક ફ્લાઈટની સુવિધા આપવામાં આવી હતી કે ન તો ટિકિટના રિફંડ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હતી. એરલાઈન્સના સ્ટાફ તરફથી સંતોષકારક ઉત્તરને બદલે ઉડાઉ જવાબ મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ટિકિટ રિફંડ અને મુસાફરી ખોરવાતા હાલાકી

બાગડોગરા જનારા મુસાફરોએ આગળના પ્રવાસ અને હોટલ બુકિંગનું આયોજન કર્યું હોવાથી અચાનક ફ્લાઈટ રદ થતાં તેમને આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી છે. રિફંડની પ્રક્રિયામાં પણ મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ મુસાફરોએ કરી હતી.

આર્થિક સંકટને કારણે સેવાઓ પ્રભાવિત

સ્પાઈસજેટ એરલાઈન્સની ફ્લાઈટ્સ મોડી પડવાની કે અચાનક રદ થવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી સતત ચાલી રહી છે. એરલાઈન્સ હાલ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી હોવાથી તેની સીધી અસર ફ્લાઈટ સંચાલન પર પડી રહી છે, જેનો ભોગ સામાન્ય મુસાફરો બની રહ્યા છે.