Ahmedabad

અમદાવાદ: સેટેલાઈટમાં જીએસટી ઈન્સ્પેક્ટરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 3.62 લાખની મત્તાની ચોરી

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સ્વયંભૂ એપાર્ટમેન્ટમાં GST ઇન્સ્પેક્ટર નિરવ દરજીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા હતા. ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 3.62 લાખની મત્તા ચોરી ફરાર થઈ હતી. પ્રિયંકાબહેન દરજીએ સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે CCTV ફૂટેજ આધારે અજાણ્યા તસ્કરોને ઝડપવા તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સેટેલાઈટમાં જીએસટી ઈન્સ્પેક્ટરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 3.62 લાખની મત્તાની ચોરી

Ahmedabad News: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન નજીકના સ્વયંભૂ એપાર્ટમેન્ટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અહીં રહેતા જીએસટી ઇન્સપેક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. ચોર ટોળકી ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ મળી કુલ 3.62 લાખ રૂપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ મકાનમાં નિરવ દરજી અને તેમનાં પત્ની પ્રિયંકાબહેન દરજી રહે છે. નિરવ દરજી જીએસટી ઇન્સપેક્ટર તરીકે ફરજ નિભાવે છે, જ્યારે પ્રિયંકાબહેન છેલ્લાં 8 વર્ષથી જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ની કચેરી ખાતે જુનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે. મકાનમાંથી કિંમતી સામાન અને દાગીના ગાયબ હોવાનું ધ્યાને આવતાં જ પ્રિયંકાબહેને તાત્કાલિક સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની જાણ થતાં જ સેટેલાઈટ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે આ મામલે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે સોસાયટી તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.