Ahmedabad

અમદાવાદ: નિકોલ જીઆઈડીસી ફેક્ટરીમાંથી 20 લાખની રોકડ સાથે તસ્કરો આખી તિજોરી ઉઠાવી ગયા, ઘટના CCTVમાં કેદ

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના નિકોલ કઠવાડા GIDCમાં તુલસી ઇન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો 20 લાખ રોકડ ભરેલી 2 તિજોરી ઉઠાવી ગયા. 26 ઓગસ્ટની રાત્રે ફેક્ટરીનું શટર ઉંચકી, ઓફિસના કાચનો દરવાજો તોડી 37 વર્ષીય રવિ પંચાલની ફરિયાદ મુજબ, તેમની ઓફિસમાંથી 11 લાખ અને પિતાની ઓફિસમાંથી 9 લાખ રોકડ સાથે તિજોરીઓ ચોરાઈ. નિકોલ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નિકોલ જીઆઈડીસી ફેક્ટરીમાંથી 20 લાખની રોકડ સાથે તસ્કરો આખી તિજોરી ઉઠાવી ગયા, ઘટના CCTVમાં કેદ

Ahmedabad GIDC Factory Theft: અમદાવાદના નિકોલ સ્થિત કઠવાડા GIDCમાં આવેલી તુલસી ઈન્ડસ્ટ્રીઝ નામની સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી 20 લાખ રૂપિયાની રોકડ ભરેલી બે તિજોરીઓની ચોરી કરી છે. આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવ અંગે નિકોલ પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતા અને કઠવાડા GIDCમાં મશીનરી સ્પેરપાર્ટ્સની ફેક્ટરી ધરાવતા 37 વર્ષીય રવિ પંચાલે આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 26મી ઓગસ્ટની મોડી રાત્રે કેટલાક તસ્કરોએ ફેક્ટરીનું લોખંડનું શટર ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ પહેલા માળે આવેલી ઓફિસના કાચના દરવાજાનું લોક તોડ્યું હતું.

તસ્કરો રવિ પંચાલની ઓફિસમાંથી 11 લાખ રૂપિયાની રોકડ ભરેલી લોખંડની તિજોરી અને તેમની બાજુમાં આવેલી તેમના પિતાની ઓફિસમાંથી 9 લાખ રૂપિયા ભરેલું લોકર એમ કુલ 20 લાખ રૂપિયાની રોકડ સાથે આખી તિજોરીઓ ઉઠાવી ગયા હતા. વહેલી સવારે સિક્યોરિટી ગાર્ડે ફેક્ટરીનું શટર તૂટેલી હાલતમાં જોતાં ફેક્ટરી માલિકને તાત્કાલિક જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ નિકોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને CCTV ફૂટેજ કબજે કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.