Ahmedabad

અમદાવાદ: થલતેજમાં સિનિયર સિટીઝન દંપતીની સતર્કતાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ, કારમાંથી ઊતરીને દીવાલ કૂદ્યા અને પછી ભાગ્યા

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના થલતેજમાં સુરધારા સર્કલ નજીક મણીકમલ વિભાગ-1માં 25 સપ્ટેમ્બરે રાત્રે ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. વયોવૃદ્ધ દંપતી મહેશભાઈ અને ચંદ્રિકાબહેન પટેલની સતર્કતાથી ચોરોને ખાલી હાથે ભાગવું પડ્યું હતું. ઘરમાં સળવળાટ થતાં દંપતીએ લાઈટો ચાલુ કરતા ચોર ટોળકી ગભરાઈને નાસી છૂટી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: થલતેજમાં સિનિયર સિટીઝન દંપતીની સતર્કતાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ, કારમાંથી ઊતરીને દીવાલ કૂદ્યા અને પછી ભાગ્યા

Ahmedabad Thaltej Thef CCTV Footage: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડી રાત્રે ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. સુરધારા સર્કલ નજીક આવેલા મણીકમલ વિભાગ-1માં રહેતા એક વયોવૃદ્ધ દંપતીની સમયસૂચકતા અને સતર્કતાના કારણે તસ્કરોને ખાલી હાથે ભાગવાનો વારો આવ્યો હતો. અડધી રાતે ઘરમાં સળવળાટ થતાં સિનિયર સિટીઝન દંપતીએ તુરંત જાગીને લાઈટો ચાલુ કરી દેતાં ચોર ટોળકી ગભરાઈને નાસી છૂટી હતી. આ સમગ્ર ઘટના ઘરમાં અને બહાર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.

અવાજ થતાં જ લાઈટ ચાલુ કરી, ચોરોનો પ્લાન નિષ્ફળ ગયો

મળતી માહિતી અનુસાર, થલતેજમાં રહેતા વૃદ્ધ મહેશ પટેલ અને તેના પત્ની ચંદ્રિકાબહેન ગત 25મી સપ્ટેમ્બરની રાતે ઘરમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન મોડી રાતે કેટલાક અજાણ્યા તસ્કરો ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. જોકે, ઘરમાં કંઈક અવાજ થતાં જ પતિ-પત્ની સફાળા જાગી ગયા હતા અને તેમણે તુરંત જ રૂમ અને ઘરની લાઈટો ચાલુ કરી દીધી હતી. ઘરમાં અચાનક અજવાળું થતાં જ પકડાઈ જવાની બીકે તસ્કરો ચોરીનો પ્લાન પડતો મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. રાત્રે દંપતીએ ઘરમાં તપાસ કરી હતી, પરંતુ તે સમયે કંઈ શંકાસ્પદ ન જણાતાં તેઓ ફરી સૂઈ ગયા હતા.

સવારે ઘર બહારથી ચોરીના સાધનો મળ્યા

બીજા દિવસે સવારે જ્યારે દંપતી ઉઠ્યું ત્યારે ઘરના કંપાઉન્ડમાં ચોરી કરવા માટે વપરાતા સાધનો પડેલાં જોવા મળ્યાં હતાં. જેથી તેમણે તુરંત જ સિંધુભવન રોડ પર રહેતા પોતાના પુત્રને જાણ કરી હતી. પરિવારે સોસાયટી અને ઘરના સીસીટીવી ફૂટેજ ચકાસતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ચોર ટોળકી એક સફેદ રંગની ઈનોવા કારમાં આવી હતી અને ઘરની દીવાલ કૂદીને અંદર પ્રવેશી હતી, પરંતુ લાઈટ ચાલુ થતાં જ તેઓ સિફતપૂર્વક નાસી ગયા હતા.

આ મામલે વસ્ત્રાપુર પોલીસમાં જાણ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારના નંબર અને તસ્કરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.