અમદાવાદ: વાંચ ગામ નજીક લૂંટ, ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી સોનાની ચેનની ઝૂંટવી લૂંટારૂઓ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના વાંચ ગામ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે લૂંટનો એક બનાવ સામે આવ્યો છે. બાઈક અને મોપેડ પર આવેલા ચાર જેટલા અજાણ્યા શખસો ગેસ એજન્સીના કર્મચારીને નિશાન બનાવી તેના પર અચાનક હુમલો કર્યો હતો. લૂંટારાઓનો મુખ્ય ઈરાદો મોટી રકમ લૂંટવાનો હતો, પરંતુ કર્મચારીએ હિંમતપૂર્વક સામનો કરી બુમાબુમ કરતા લૂંટારાઓ ગભરાઈ ગયા હતા. જોકે, રોકડ લૂંટવામાં નિષ્ફળ રહેલા આ શખસો ભાગતા-ભાગતા કર્મચારીના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
ભોગ બનનાર હોસ્પિટલમાં દાખલ, પોલીસ તપાસ શરૂ
આ ઝપાઝપીમાં ગેસ એજન્સીના કર્મચારીને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વિવેકાનંદ નગર પોલીસનો કાફલો હરકતમાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા એલજી હોસ્પિટલ ખાતે પહોંચીને ભોગ બનનાર કર્મચારીનું નિવેદન નોંધી સત્તાવાર ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર લૂંટારાઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.









