Ahmedabad

અમદાવાદીઓ સાવધાન! મોબાઇલ હેક કરી વેપારીના બેન્ક ખાતામાંથી 1.60 લાખની ઉચાપત

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના મણિનગરમાં લોખંડ-સ્ટીલનો વેપાર કરતા 53 વર્ષીય જીગરભાઈ જોશીનો મોબાઈલ હેક કરી અજાણ્યા ગઠિયાઓએ તેમના IDFC બેંક ખાતામાંથી કુલ 1.60 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી હતી. રૂપિયા કપાયા બાદ અલગ-અલગ OTP આવતા તેમને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ અંગે ઈસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદીઓ સાવધાન! મોબાઇલ હેક કરી વેપારીના બેન્ક ખાતામાંથી 1.60 લાખની ઉચાપત

Ahmedabad Crime news : અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને મણિનગરમાં લોખંડ-સ્ટીલનો વેપાર કરતા વેપારીનો મોબાઇલ ફોન હેક કરી અજાણ્યા ગઠિયાઓએ તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.1.60 લાખ ટ્રાન્સફર કરી ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. રૂપિયા કપાયા બાદ વેપારીના મોબાઇલ પર અલગ અલગ નંબરો પરથી OTP આવતાં તેમને સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો અહેસાસ થયો હતો. આ મામલે ઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂકરી છે.

ઇસનપુર ખાતે જયંત પાર્ક સોસાયટી ઇલુ એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષીય જીગર કૌશિકભાઈ જોશી મણિનગરમાં ક્રિષ્ના ટ્રેડર્સ નામે લોખંડ અને સ્ટીલનો વેપાર કરે છે. તેમનું સેવિંગ્સ એકાઉન્ટ મણિનગર ખાતે આવેલી આઈડીએસી ફર્સ્ટ બેંકમાં છે. બપોરના સુમારે તેમના મોબાઇલ પર અચાનક બેંકમાંથી રૂપિયા કપાઈ ગયા હોવાના બે મેસેજ આવ્યા હતા. આ મેસેજ આવ્યા બાદ તેમના મોબાઇલમાં અલગ અલગ નંબરો પરથી OTP આવવા લાગ્યા હતા.

પોતાનો મોબાઇલ હેક થયો હોવાની શંકા જતાં તેઓ તાત્કાલિક બેંક પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે તેમના ખાતામાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.73 હજાર અને રૂ.87 હજાર મળીને કુલ રૂ.1.60 લાખ અન્ય બેંકોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી. જે બાદ આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂકરી છે.