Ahmedabad

AMCનું આયોજન માત્ર દેખાડો! અમદાવાદમાં 0.55 ઈંચ વરસાદ, છતાં મીઠાખળી અંડરપાસ 102 મિનિટ બંધ રાખ્યો પડ્યો

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રવિવારે બપોર બાદ પવન સાથે વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ અમદાવાદના સરખેજમાં 1.73 ઇંચ, વાસણામાં 1.48 ઇંચ સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી. શહેરમાં સરેરાશ 0.55 ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં, મીઠાખળી અંડરપાસ 102 મિનિટ સુધી બંધ રહ્યો હતો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. 3 વૃક્ષ ધરાશાયી થયાની પણ ફરિયાદ નોંધાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCનું આયોજન માત્ર દેખાડો! અમદાવાદમાં 0.55 ઈંચ વરસાદ, છતાં મીઠાખળી અંડરપાસ 102 મિનિટ બંધ રાખ્યો પડ્યો
ફાઈલ તસવીર

Ahmedabad Rain Update: અમદાવાદ શહેરમાં રવિવારે બપોર બાદ પવન સાથે વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ અમદાવાદના પાલડી, વાસણા, સરખેજ, જુહાપુરા, વેજલપુર, નવરંગપુરા, જોધપુર અને ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પૂર્વ અમદાવાદના જમાલપુર, માધુપુરા, દુધેશ્વર, કાલુપુર અને શાહીબાગમાં પણ મેઘમહેર જોવા મળી હતી. શહેરમાં સરેરાશ માત્ર 0.55 ઈંચ વરસાદ નોંધાયો હતો, છતાં મીઠાખળી અંડરપાસ 102 મિનિટ સુધી બંધ રાખવો પડ્યો હતો.

સરેરાશ માત્ર 0.55 ઈંચ વરસાદ, મીઠાખળી અંડરપાસ 102 મિનિટ સુધી બંધ!

બપોરે 3:15 વાગ્યે સતત ભારે વરસાદ પડતા વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને મીઠાખળી અંડરપાસ બપોરે 3:50 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ અને જરૂરી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે 5:32 વાગ્યે અંડરપાસ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાયો હતો. આમ, અંડરપાસ કુલ 102 મિનિટ બંધ રહ્યો હતો.

પશ્ચિમ અમદાવાદમાં વરસાદની વધુ અસર

વરસાદની તીવ્રતા પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વધુ રહી હતી. સરખેજ અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં સૌથી વધુ 1.73 ઈંચ વરસાદ નોંધાયો હતો. સરખેજમાં 1.59 ઈંચ, વાસણામાં 1.48 ઈંચ, ટાગોર કંટ્રોલમાં 1.36 ઈંચ, મક્તમપુરામાં 1.32 ઈંચ અને જોધપુરમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવરંગપુરા અને મેમનગરમાં 0.91 ઈંચ, બોડકદેવ અને અસારવામાં 0.89 ઈંચ, ઉસ્માનપુરામાં 0.67 ઈંચ તથા મોટેરામાં 0.65 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે 20 સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદમાં ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ 903.88 મિ.મી. એટલે કે 35.59 ઈંચ નોંધાયો છે.

પાણી ભરાવાની 3 ફરિયાદ, 2નો નિકાલ

કોર્પોરેશનના રિપોર્ટ મુજબ સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા દરમિયાન વરસાદી પાણી ભરાવાની કુલ 3 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 2 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો જ્યારે 1 ફરિયાદ પર કામગીરી ચાલુ હતી. આ ઉપરાંત વૃક્ષ ધરાશાયી થવાની 3 ફરિયાદો નોંધાઈ હતી અને તે તમામનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ પડ્યો? (ઈંચમાં)

  • સરખેજ અર્બન હેલ્થ સેન્ટર: 1.73
  • સરખેજ: 1.59
  • વાસણા: 1.48
  • ટાગોર કંટ્રોલ: 1.36
  • મક્તમપુરા: 1.32
  • જોધપુર: 1.18
  • મ્યુનિ. કોર્પોરેશન: 0.96
  • નવરંગપુરા: 0.91
  • મેમનગર: 0.91
  • બોડકદેવ: 0.89
  • અસારવા: 0.89
  • સરદારનગર: 0.83
  • જોધપુર ઝોનલ: 0.79
  • કાલુપુર: 0.75
  • દુધેશ્વર: 0.71
  • ઉસ્માનપુરા: 0.67
  • મોટેરા: 0.65
  • બોપલ: 0.53
  • નરોડા: 0.53