Ahmedabad

સપ્ટેમ્બરના તહેવારોમાં અમદાવાદ રેલવે ડિવિઝનમાં 2,407 મુસાફરો ટિકિટ વગર પકડાયા, 24.60 લાખનો દંડ વસૂલાયો

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ડિવિઝન દ્વારા સપ્ટેમ્બરમાં ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. તહેવારોની સિઝનમાં સ્પેશિયલ ટ્રેનોમાં વધતી ભીડનો લાભ ઉઠાવી ટિકિટ વગર મુસાફરી કરતા લોકો સામે કાર્યવાહી કરાઈ. કુલ 14 ચેકિંગમાં 2,407 કેસ મળ્યા અને 24.60 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. ગંદકી અને ધૂમ્રપાન કરનારાઓ પાસેથી પણ 1.27 લાખ અને 32 હજારનો દંડ વસૂલાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સપ્ટેમ્બરના તહેવારોમાં અમદાવાદ રેલવે ડિવિઝનમાં 2,407 મુસાફરો ટિકિટ વગર પકડાયા, 24.60 લાખનો દંડ વસૂલાયો

Ahmedabad Railway Division Ticket Checking Drive Fine: તહેવારો અને મેળા દરમિયાન સ્પેશિયલ ટ્રેનો શરૂ થતાં રેલવે સ્ટેશનો પર પેસેન્જરોની ભીડ વધે છે. આ ભીડનો લાભ લઈ કેટલાક લોકો ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન દ્વારા તાજેતરમાં વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાયેલા વિવિધ ચેકિંગમાં 2,407 કેસ મળી આવ્યા હતા અને તેમની પાસેથી કુલ 24.60 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ડિવિઝનમાં વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન

રેલવે દ્વારા મોટા પાયે ચેકિંગ, અચાનક ચેકિંગ અને વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા. ખાસ કરીને સ્પેશિયલ ટ્રેનો અને તહેવારોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ટિકિટ વગર મુસાફરી કરતા લોકો સામે ચેકિંગ વધારવામાં આવ્યું હતું.

14 ચેકિંગમાં 2,407 કેસ

સપ્ટેમ્બરમાં કુલ 14 વખત મોટા અને વિશેષ ટિકિટ ચેકિંગ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 2,407 કેસમાંથી 24.60 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સૌથી વધુ કેસ અને દંડ વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન મળ્યા હતા.

  • 3 મોટા પાયે ચેકિંગ: 475 કેસ, 4.56 લાખ દંડ
  • 2 અચાનક ચેકિંગ: 375 કેસ, 3.50 લાખ દંડ
  • 9 વિશેષ ચેકિંગ અભિયાન: 1,557 કેસ, 16.54 લાખ દંડ

25 સ્પેશિયલ ટ્રેન ફેરા, 36 હજાર પેસેન્જરોને લાભ

તહેવારો અને મેળા દરમિયાન વધતી ભીડને પહોંચી વળવા અમદાવાદ ડિવિઝન દ્વારા સપ્ટેમ્બરમાં કુલ 25 સ્પેશિયલ ટ્રેન ફેરા દોડાવવામાં આવ્યા હતા. તેના કારણે આશરે 36 હજાર પેસેન્જરોને લાભ મળ્યો હતો અને રેલવેને આશરે 3.02 કરોડની પેસેન્જર આવક થઈ હતી.

ભાદરવી પૂનમ દરમિયાન અસારવા–ખેડબ્રહ્મા મેલા સ્પેશિયલ ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–દરભંગા, અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ સહિતના રૂટ પર પણ વધારાની ટ્રેન સેવા ગોઠવવામાં આવી છે.

ગંદકી અને ધૂમ્રપાન સામે પણ કાર્યવાહી

રેલવે પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સપ્ટેમ્બરમાં આશરે 160 એન્ટિ-લિટરિંગ કેસમાં (જાહેરમાં ગંદકી કરવી તેમજ થુંકવા માટે) 1.27 લાખનો દંડ વસૂલાયો હતો. જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા બદલ 16 કેસમાં 32 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.