અમદાવાદ: ધોળકામાં ગટર અને કેમિકલયુક્ત પાણીથી લોકો ત્રાહિમામ ! 250 ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી, બાળકોનું ભણતર ઠપ્પ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Chemical Water Issue: અમદાવાદના ધોળકાના બુટ ભવાની વિસ્તાર તેમજ કેડીલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગટર અને કેમિકલયુક્ત ગંદા પાણીના ભરાવાના કારણે સ્થાનિક રહીશોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ભેટાવાડા આંદોલનને પગલે કાંસ બંધ થઈ જતાં આશરે 250 જેટલા મકાનોમાં 3 થી 4 ફૂટ સુધી દૂષિત પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. દૂષિત પાણીના ભરાવાના કારણે, શ્રી બુટ ભવાની પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પણ પાણી ફરી વળ્યા છે. શાળામાં નોંધાયેલા 350 વિદ્યાર્થીઓમાંથી હાલ માત્ર 70 થી 80 બાળકો જ હાજર રહી શકે છે, જેનાથી બાળકોના શિક્ષણ પર પણ ગંભીર અસર પડી છે.
…તો ધોળકા નગરપાલિકામાં કરીશું વસવાટ
આ વિકટ પરિસ્થિતિના કાયમી અને ઝડપી નિકાલ માટે ગ્રામજનો દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સ્થાનિક રહીશોએ તંત્રને ચીમકી આપતાં જણાવ્યું છે કે, જો ટૂંક સમયમાં ગંદા અને કેમિકલયુક્ત પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો તમામ અસરગ્રસ્તો ધોળકા નગરપાલિકા અને પ્રાંત કચેરી ખાતે વસવાટ કરવા પહોંચશે.




