Ahmedabad

અમદાવાદ: જૈવિક ઝેર રાઇસિન અને હથિયારો સાથે પકડાયેલા આરોપી ડૉક્ટરની જામીન અરજી NIA કોર્ટે ફગાવી

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં આતંકવાદી કાવતરાં અને જૈવિક ઝેર રાઈસિન બનાવવાના ગુનામાં સંડોવાયેલા ડૉક્ટર સૈયદ અહેમદ મોહિઉદીનની જામીન અરજી NIA કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું કે, પ્રોફેશનલ ડૉક્ટર રાઈસિનની ગંભીરતાથી અજાણ ન હોઈ શકે. આરોપીએ ઘરમાં લેબોરેટરી બનાવી, ગેરકાયદે પિસ્તોલ અને કારતૂસ સાથે મુસાફરી કરી, જે તેના મલિન ઈરાદા સ્પષ્ટ કરે છે. ગુનાની ગંભીરતા જોતાં જામીન આપી શકાય નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: જૈવિક ઝેર રાઇસિન અને હથિયારો સાથે પકડાયેલા આરોપી ડૉક્ટરની જામીન અરજી NIA કોર્ટે ફગાવી

Ahmedabad News: આતંકવાદી કાવતરું, ગેરકાયદે હથિયારો અને જૈવિક ઝેર રાઈસિન બનાવવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી ડૉક્ટર સૈયદ અહેમદ મોહિઉદીનની કાયમી જામીન અરજી NIA કોર્ટના ખાસ જજ એચ.આર.રાવલે ફગાવી દીધી છે.

જૈવિક ઝેર રાઈસિન અને હથિયારો સાથે પકડાયેલા આરોપી ડૉક્ટરની જામીન અરજી નામંજૂર

આરોપીની જામીન અરજી ફગાવતા કોર્ટે અવલોકન કર્યું હતું કે, આરોપી પ્રોફેશનલ ડૉક્ટર હોવાથી તે રાઇસિન જેવા ઘાતક જૈવિક ઝેરની ગંભીરતાથી અજાણ હોય શકે નહીં. આરોપીએ ઘરમાં જ લેબોરેટરી ઉભી કરી બિન અધિકૃત પિસ્તોલ તથા જીવતા કારતૂસ સાથે મુસાફરી કરવી તે તેનાં મલિન ઈરાદા સ્પષ્ટ કરે છે. યુપીએની કલમ 43 ડી(5)ની કડક જોગવાઈઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જામીન આપી શકાય નહીં.

સરકારી વકીલે શું દલીલ કરી

આરોપી ડૉક્ટર સૈયદ અહેમદ મોહિઉદીને કરેલી જામીન અરજીનો વિરોધ કરતાં NIA કોર્ટના ખાસ સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી વર્ષ 2025માં ટેલિગ્રામ પર અબુ ખદીજા નામના ભાગેડુ આખા હેન્ડલર્સના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ હૈદરાબાદ સ્થિત પોતાના ઘરે એસિટોન અને એરંડાના બિજનો ઉપયોગ કરી અંત્યત ઝેરી બાયોલોજીકલ ટોકસિન રાઈસિન તૈયાર કરવાં માટે ગેરકાયદે પ્રયોગ શાળા ઉભી કરી હતી.

આ ઝેરનો ઉપયોગ દેશના મોટા શહેરોમાં સામૂહિક નરસંહાર કરવાનો પ્લાન હતો. આરોપી મહેસાણાના છત્રાલ પાસેથી રૂ.1 લાખ ફંડિગ લેવા આવ્યો હતો અને નવેમ્બર 2025માં અમદાવાદ તથા મહેસાણા પ્રવાસ દરમિયાન તેના પાસેથી લાયસન્સ વિનાની 3 પિસ્તોલ 30 જીવતા કારતૂસ, ભારતીય તથા યુએસ કરન્સી અને 4 લીટર એરંડાનું તેલ મળી આવ્યું હતું.

આરોપીએ હેન્ડલર્સના આદેશથી વફાદારીના સપથ લીધાં હોવાનો વીડિયો મોકલ્યો હતો. તેમજ અન્ય વ્યક્તિઓને પણ આ નેટવર્કમાં જોડાવવા માટે શપથ લેવડાવ્યા હતા. જેથી આરોપીની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ. કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.