સાણંદના જુવાલ નજીક રીલ્સ બનાવતા બે યુવકો પાણીમાં તણાયા, મહિલાએ સાડી ફેંકી એકને બચાવ્યો, એક લાપતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanand Reel Accident: સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાનો ક્રેઝ ફરી એકવાર જોખમરૂપ સાબિત થયો, અમદાવાદ જિલ્લામાં સાણંદના જુવાલ-માણકોલ રોડ પર વહેતી પાણીની ડીપ પરથી રીલ્સ બનાવતી અને ફોટા પાડતી વખતે બે યુવકો ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. જેમાં એક યુવકનો જીવ મહિલાએ સાડીનો છેડો ફેંકી બચાવી લીધો છે, જ્યારે બીજો યુવક તણાઇ ગયો છે.
બચેલો યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ
ઘટના સમયે હાજર એક સ્થાનિક મહિલાએ સમયસૂચકતા વાપરી પોતાની સાડીનો છેડો ફેંકી 25 વર્ષીય મહેશભાઈ કોળી પટેલને પાણીમાંથી બચાવી લીધા હતા, જેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે સાણંદની હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, બીજી તરફ 21 વર્ષીય રાજેશભાઈ રાઠોડ પાણીના અતિ ઝડપી પ્રવાહમાં તણાઈ જતાં લાપતા થયા છે.
રાત્રિના અંધકારમાં શોધખોળ સ્થગિત કરાઇ
બનાવની જાણ કરવામાં આવતા જ બાવળા પોલીસ, 108, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તણાઇ ગયેલા રાજેશ રાઠોડની શોધખોળ આદરી હતી. પરંતુ અંધારું થઈ જ જવાના કારણે શોધખોળ કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે, જે વહેલી સવારે ફરી શરૂ કરવામાં આવશે.




