Ahmedabad

અમદાવાદ નવરાત્રિ 2026: ગરબા ગ્રાઉન્ડ પર AI કેમેરા અને ફેસ રિકોગ્નિશનથી રખાશે નજર, સંકલન બેઠકમાં 4 મોટા નિર્ણય

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં આગામી નવરાત્રિ માટે પોલીસ, આયોજકો અને ફાયર વિભાગની બેઠક યોજાઈ. ખેલૈયાઓની સુરક્ષા માટે આ વર્ષે ગરબા ગ્રાઉન્ડમાં AIથી ક્ષમતાનું નિરીક્ષણ થશે. ફેસ રિકોગ્નિશન કેમેરાથી ઉપદ્રવી તત્ત્વો પર નજર રખાશે. SHE ટીમ મહિલા સુરક્ષા માટે તહેનાત રહેશે. આયોજકોને NOC અને લાયસન્સ સમયસર મેળવવા સૂચના અપાઈ. ટ્રાફિક નિયમન માટે પણ પોલીસ ખડેપગે રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ નવરાત્રિ 2026: ગરબા ગ્રાઉન્ડ પર AI કેમેરા અને ફેસ રિકોગ્નિશનથી રખાશે નજર, સંકલન બેઠકમાં 4 મોટા નિર્ણય
AI તસવીર

Ahmedabad Navratri AI Ground Capacity Monitoring: અમદાવાદ શહેરમાં આગામી નવરાત્રિ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને ખેલૈયાઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ, ગરબા આયોજકો અને ફાયર વિભાગ વચ્ચે એક સંકલન બેઠક યોજાઈ હતી. આ વર્ષે ગરબા સ્થળો પર નાસભાગ અટકાવવા માટે ગ્રાઉન્ડ ક્ષમતા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટેક્નોલોજીથી નજર રાખવામાં આવશે તેમજ ભૂતકાળમાં નવરાત્રિ દરમિયાન ઉપદ્રવ મચાવનાર તત્ત્વોને ઝડપી પાડવા ફેસ રિકોગ્નિશન કેમેરાનો ઉપયોગ કરાશે.

image.png

અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે-

શહેરમાં પાર્ટી પ્લોટ, ક્લબ, બંધ હોલ તેમજ કામચલાઉ સ્ટ્રક્ચર્સમાં હજારો-લાખોની સંખ્યામાં લોકો ગરબે રમવા ઊમટી પડે છે. આથી આયોજકો સમયસર મંજૂરી અને લાયસન્સ મેળવી લે તે અંગે સૂચના આપવામાં આવી છે. આયોજકોને મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંકલન સાધીને ઝડપથી ફાયર NOC, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી NOC તેમજ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનું વાયરિંગ અને કરંટ લિકેજ ચેકિંગ પૂરું કરાવવા તાકીદ કરવામાં આવી છે.

'SHE ટીમ' અસામાજિક તત્ત્વો પર રાખશે વોચ

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પોલીસ માટે પ્રાથમિકતા છે. ગરબા સ્થળો અને તેની આસપાસ છેડતીના બનાવો અટકાવવા માટે અમદાવાદ પોલીસની 'SHE ટીમ' ખાસ તહેનાત રહેશે. આ ઉપરાંત, મોડી રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ લાખો લોકો એકસાથે રસ્તા પર નીકળતા હોવાથી ટ્રાફિક જામ, ઓવર સ્પીડિંગ કે જીવલેણ માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર હાજર રહેશે. જ્યાં સુધી તમામ નાગરિકો સુરક્ષિત રીતે પોતપોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.

  • જો કોઈ ગરબા ગ્રાઉન્ડમાં ક્ષમતા કરતાં વધુ લોકો પ્રવેશશે, તો AI આધારિત કેમેરા તાત્કાલિક ચેતવણી આપશે, જેથી પ્રવેશ બંધ કરી નાસભાગ જેવી સ્થિતિ ટાળી શકાશે.
  • ભૂતકાળમાં અડપલાં કે વિક્ષેપ ઊભો કરનારા અસામાજિક તત્ત્વોના ફોટા ફેસ રિકોગ્નિશન ડેટાબેઝમાં અપલોડ કરી ગરબા પંડાલમાં તેમની હિલચાલ પર નજર રખાશે.
  • તમામ આયોજકો માટે ફાયર બ્રિગેડની NOC, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને ઇલેક્ટ્રિકલ તપાસણી (કરંટ લિકેજ ચેકિંગ) ફરજિયાત કરવામાં આવી છે.
  • ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ ખડેપગે રહેશે, કોઈપણ વ્યક્તિને હાલાકી ન પડે અને માતાજીની આરાધના મર્યાદાપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ તંત્રને સહયોગ આપવા અપીલ કરી