અમદાવાદ મ્યુનિસિપાલિટીની તિજોરી છલકાઈ, 7 મહિનામાં 1730 કરોડ વેરા રૂપે આવક થઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોને નળ, ગટર, રસ્તાની મૂળભૂત સુવિધાઓ યોગ્ય રીતે આપે કે નહીં, પરંતુ લોકો વેરા ભરપાઈ કરવાની પોતાની ફરજ સારી રીતે બજાવી રહ્યા છે. લોકોએ પ્રોપર્ટી ટેક્સ સહિતના વેરા નિયમિત રીતે ભરપાઈ કરીને મ્યુનિ.ની તિજોરી છલકાવી દીધી હોય તેમ સાત માસમાં રૂ.1730 કરોડની આવક મ્યુનિ.ને થઈ છે. ગત વર્ષની સરખામણીએ વેરાની વસૂલાતની ટકાવારી વધી હોવાનું પણ ચિત્ર સામે આવ્યું છે.
ગત વર્ષની સરખામણીએ 72.79 ટકા રિકવરી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો પાસેથી પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત કોઈ મિલકતના નામ ટ્રાન્સફર થાય તો તેની પણ ફી હોય છે. અત્યાર સુધીમાં આ ચારેય પ્રકારના વેરાની કુલ આવક રૂ.1730 કરોડ થઈ છે. જે ગત વર્ષ 2025-26ની આવક રૂ.2,377 કરોડની સામે 72.79 ટકા થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના હજી તો સાત મહિના જ પૂરા થયા છે, પરંતુ લોકોએ સમજદારી દાખવીને મ્યુનિ.ને વેરાની રકમ ભરપાઈ કરી દીધી છે. ત્યારે હવે આ રકમમાંથી ખોટા ખર્ચા કરવાના બદલે લોકોને પીવાનું શુદ્ધ પાણી, સારી ડ્રેનેજ વ્યવસ્થા અને રસ્તાની સુવિધા મળે તેનું ધ્યાન મ્યુનિ.ના પદાધિકારીઓ અને અધિકારીઓએ રાખવું પડશે.
ઝોન મુજબ લોકોએ મ્યુનિ.ને ચૂકવેલો પ્રોપર્ટી ટેક્સ

મ્યુનિ.ની વેરાની કુલ આવકનું સરવૈયું

ગત વર્ષની સરખામણીએ 163 કરોડની વધુ વસૂલાત
અમદાવાદના સાતેય ઝોનમાંથી ગત વર્ષે આ સમય સુધીના સાત મહિના દરમિયાન પ્રોપર્ટી અને પ્રોફેશનલ ટેક્સની રૂ.1547.35 કરોડની વસૂલાત થઈ હતી. તેની સામે આ વર્ષે રૂ.1710.78 કરોડની વસૂલાત થઈ છે. એટલે કે રૂ.163.43 કરોડની વસૂલાત વધારે થઈ છે.




