Ahmedabad

અમદાવાદ: 13 વર્ષના સગીરનો કાર ચલાવતો વીડિયો માતાએ સોશિયલ મીડિયામાં મૂક્યો, પિતા સામે નોંધાઈ ફરિયાદ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કુબેરનગરમાં 13 વર્ષના સગીરને કાર ચલાવવા આપનાર પિતા મનીષ ભારદ્વાજ વિરુદ્ધ જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે. સગીર કાર ચલાવતો હોય તેવો વિડીયો તેની માતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ સગીર, દોઢ વર્ષ પહેલાં કાર અકસ્માતમાં વકીલનું મોત નીપજાવનાર સગીરાનો પિતરાઈ ભાઈ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: 13 વર્ષના સગીરનો કાર ચલાવતો વીડિયો માતાએ સોશિયલ મીડિયામાં મૂક્યો, પિતા સામે નોંધાઈ ફરિયાદ

Ahmedabad Traffic Police: અમદાવાદ શહેરના કુબેરનગરમાં રહેતા 13 વર્ષના સગીરને તેના પિતાએ કાર ચલાવવા આપી હતી. એટલું જ નહીં, સગીર પુત્ર કાર ચલાવતો હોવાનો વીડિયો તેની માતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યો હતો. આ બાબતે જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરના પિતા સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, સવા વર્ષ પહેલાં કુબેરનગરમાં જ એક સગીરાએ સોસાયટીમાં ઓવરસ્પીડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક વકીલનું મોત થયું હતું. કાર ચલાવનાર 13 વર્ષનો સગીર આ અકસ્માત સર્જનાર સગીરાનો જ પિતરાઈ ભાઈ થાય છે.

સરદારનગરના કુબેરનગરમાં આવેલી માતૃછાયા સોસાયટીમાં રહેતા નાનકરામ નૈનાણીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની સોસાયટીમાં જ રહેતા દીપકભાઈ ભારદ્વાજની સગીર પુત્રીએ માર્ચ 2025માં સોસાયટીમાં પુરઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો, જેમાં નાનકરામજીના 43 વર્ષીય પુત્ર કમલેશભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે જે તે સમયે જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી હતી.

દરમિયાન, થોડા દિવસ પહેલાં નાનકરામભાઈને સોશિયલ મીડિયા પરથી એક વીડિયો મળ્યો હતો, જેમાં 13 વર્ષનો સગીર માયા સિનેમાથી ભદ્રેશ્વર રોડ પર કાર ચલાવતો દેખાતો હતો. આ વીડિયો દીપકભાઈના ભાઈ મનીષભાઈ ભારદ્વાજની પત્ની ભારતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે કાર ચલાવનાર સગીર પણ અગાઉ અકસ્માત કરનાર સગીરાનો પિતરાઈ ભાઈ જ છે. આ અંગે જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે 13 વર્ષના પુત્રને કાર ચલાવવા આપનાર પિતા મનીષ ભારદ્વાજ (રહે. માતૃછાયા સોસાયટી, સરદારનગર) વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.