અમદાવાદ: મધ્ય પ્રદેશથી MD ડ્રગ્સ વેચવા આવેલો શખસ ઝડપાયો, ₹2.77 લાખનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Drug Seizure: અમદાવાદમાં મધ્ય પ્રદેશના મંદસૌરથી એમ.ડી. ડ્રગ્સ વેચવા આવેલા 40 વર્ષીય યુવકને વાણિજ્ય ભવન નજીક આવેલા પારેખ ટાવરની પાછળથી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 2.77 લાખ રૂપિયાની કિંમતનું 92 ગ્રામ 600 મિલીગ્રામ ગેરકાયદે મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીના પેન્ટના ખિસ્સામાંથી પાવડર મળી આવ્યો
મળતી માહિતી અનુસાર, ઝોન-6 એલસીબી સ્કોડને બાતમી મળી હતી કે, એક શખસ પોતાના કબજામાં નશીલો પદાર્થ એમ.ડી. ડ્રગ્સ રાખી વેચાણ અર્થે પારેખ ટાવર તરફ જવાનો છે. જેના આધારે વોચ ગોઠવી પારેખ ટાવરના પાછળના ભાગથી પસાર થતાં એક યુવકને પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ આદિલખા સજાદખા મેવાતી (ઉં.વ. 40, રહે. ઇન્દિરા કોલોની) જણાવ્યું હતું. તેની તપાસ કરતા પેન્ટના ખિસ્સામાંથી પારદર્શક પ્લાસ્ટિકની કોથળીમાંથી પાવડર મળી આવ્યો હતો. એફએસએલ અધિકારી દ્વારા પ્રાથમિક તપાસમાં આ પદાર્થ 'મેફેડ્રોન' (MD) હોવાનું સ્પષ્ટ થયું હતું. વજનકાંટા પર તેનું વજન 92 ગ્રામ 600 મિલીગ્રામ નીકળ્યું હતું. પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપી આદિલખાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મધ્ય પ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લાવી વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતું.
પંચ ન મળતાં UGVCL કચેરીમાંથી સરકારી પંચો તેડાવ્યા
રેડની કાર્યવાહી નિયમાનુસાર અને પારદર્શક બને તે માટે પોલીસે શરૂઆતમાં અન્ન અને નાગરિક પુરવઠા કચેરી તથા એસ.ટી. સ્ટેશન ખાતે સરકારી પંચો મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં પંચ ઉપલબ્ધ ન થતાં તાત્કાલિક સાબરમતી સ્થિત યુજીવીસીએલ સર્કલ ઓફિસનો સંપર્ક કરી ત્યાંથી બે સરકારી કર્મચારીઓ દિનેશ પરમાર અને હાર્દિક ધંધુકિયાને બોલાવી પંચ તરીકે રાખી આખી દરોડા પાડ્યા હતા.




