Ahmedabad

અમદાવાદ: કણભા પાસે LCBએ દારૂ ભરેલી લક્ઝુરિયસ કારનો પીછો કર્યો, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે કણભા વિસ્તારમાં દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે બાતમીના આધારે ભાવડા પાટિયા પાસે સ્ટાર પ્લેટિનિયમ એસ્ટેટમાંથી દારૂ ભરેલી લક્ઝુરિયસ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસને જોઈને બુટલેગર કાર છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી 2,508 બોટલ વિદેશી દારૂ, કિંમત 5,45,400 રૂપિયા સહિત કુલ 15,45,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કણભા પાસે LCBએ દારૂ ભરેલી લક્ઝુરિયસ કારનો પીછો કર્યો, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમીના આધારે કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. LCBની ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી એક કારનો પીછો કર્યો હતો, જોકે પોલીસને પાછળ આવતી જોઈ કારનો ચાલક વાહન રસ્તામાં જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

સ્ટાર પ્લેટીનિયમ એસ્ટેટમાં દરોડો, લક્ઝુરિયસ કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

મળતી માહિતી મુજબ, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કણભા વિસ્તારમાં દારૂની મોટી ખેપ મારવામાં આવી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે કણભા પોલીસ સ્ટેશનની હદમાં ભાવડા પાટીયા પાસે આવેલા સ્ટાર પ્લેટીનિયમ એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે લક્ઝુરિયસ કારનો પીછો કર્યો હતો. પોલીસને જોઈને બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 2,508 બોટલો મળી આવી હતી.

પોલીસે ઘટનાસ્થળેથી ઝડપાયેલા દારૂ અને લક્ઝુરિયસ કાર સહિતનો તમામ સામાન કબજે કર્યો છે. જેમાં વિદેશી દારૂની કિંમત 5,45,400 રૂપિયા સહિત કુલ મુદ્દામાલ 15,45,400 રૂપિયા હતો. આ વિસ્તારમાં દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.