Ahmedabad

અમદાવાદ: પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણનારાઓની દાદાગીરી, કોર્પોરેશનના કર્મચારી પર હુમલામાં હાથ ફ્રેક્ચર કર્યાનો આરોપ

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણનારાઓ દ્વારા AMC કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ વધી છે. તાજેતરમાં એક કર્મચારી પર હુમલો થતાં તેમનો હાથ ફ્રેક્ચર થયો હતો. કચરો ઠાલવતી વખતે લોકોની પડાપડીથી અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી બિનઅધિકૃત પ્રવેશ પર નિયંત્રણ અને સુરક્ષા વધારવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણનારાઓની દાદાગીરી, કોર્પોરેશનના કર્મચારી પર હુમલામાં હાથ ફ્રેક્ચર કર્યાનો આરોપ

Ahmedabad Pirana dumping site AMC Staff Attack: અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણવા આવતા કેટલાક લોકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓ સાથે ઘર્ષણ અને હુમલો કરવામાં આવતા હોવાની ઘટના સામે છે. તાજેતરમાં કચરો વીણતા કેટલાક લોકો સાથેના વિવાદમાં AMCના એક કર્મચારી પર હુમલો થયો હતો, જેમાં તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું.

કચરો વીણવા માટે અંદરોઅંદર પડાપડી

આવી ઘટના ફરી ન બને તે માટે પીરાણાના કચરાના ડુંગર પર આવા તત્વોના પ્રવેશ પર નિયંત્રણ લાવવા તેમણે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સ્થાનિક ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પીરાણા ડમ્પિંગ સાઇટ પર જ્યારે કચરો ઠાલવવા માટે મોટાં વાહનો પહોંચે છે, ત્યારે કચરો વીણતા લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ જતા હોય છે. વાહનમાંથી કચરો ખાલી કરવાની કામગીરી દરમિયાન તેઓ વાહનને ચારેય બાજુથી ઘેરી લેતા હોવાની પણ ફરિયાદ સામે આવી છે. કચરો ઠલવાતાની સાથે જ તેને વીણવા માટે લોકો વચ્ચે અંદરોઅંદર પડાપડી થતી હોવાના કારણે અકસ્માતનો મોટો ભય રહે છે. ખાસ કરીને ઊંચાઈ પરથી કચરો ઠાલવવામાં આવતો હોવાથી લોકો નીચે પડી જઈને ઈજાગ્રસ્ત થાય તેવી શક્યતા રહેલી છે.

image.png

કર્મચારી પર હુમલાનો આક્ષેપ

સ્થાનિક ધારાસભ્યના દાવા મુજબ થોડા સમય પહેલાં કચરો વીણતા કેટલાક લોકો અને AMCના કર્મચારી વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કર્મચારી પર હુમલો કરાતાં તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું. કચરો વીણવાની કામગીરીમાં અડચણ ઊભી થાય ત્યારે કેટલાક લોકો કર્મચારીઓ સાથે ઉગ્ર વર્તન કરતા હોવાના આક્ષેપને પગલે હવે ડમ્પિંગ સાઇટની સુરક્ષા અને પ્રવેશ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

image.png

મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત

આ પ્રકારની અપ્રિય ઘટનાઓ ફરી ન બને અને AMCના કર્મચારીઓ સુરક્ષિત રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે પીરાણા સાઇટ પર બિનઅધિકૃત લોકોના પ્રવેશ પર કડક નિયંત્રણ લાવવાની માગ કરવામાં આવી છે. ખાસ કરીને કચરો ઠાલવતી વખતે વાહનોની આસપાસ ભીડ એકઠી ન થાય અને કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરાઈ છે.