અમદાવાદનો સ્માર્ટ ચોર, ઓનલાઇન રાઈડ બુક કરી મણિનગરમાં 6 લાખનો હાથ ફેરો, પોલીસ પણ ચોંકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા લેક પાસેની એક એજન્સીના ગોડાઉનમાં ચોથી એપ્રિલના રોજ બારીનો કાચ તોડીને 6 લાખની ચોરી થઈ હતી. આ કેસમાં મણિનગર પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી આરોપી દીપક પરમારને ઝડપી પાડી, તેની પાસેથી ચોરીના પૂરા 6 લાખ રૂપિયા રિકવર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ આ જ ગોડાઉનમાં નોકરી કરતો હતો અને તેને થોડા સમય પહેલાં જ નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હોવાથી તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો.
આરોપી દીપક એટલો ચાલાક હતો કે પોતે પોલીસની પકડમાં ન આવે તે માટે તેણે ઓનલાઈન રાઈડનો સહારો લીધો હતો. બનાવની જગ્યાથી ઘણે દૂર ઉતરીને ચાલીને ગોડાઉન સુધી પહોંચ્યો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના અનેક સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કેટલાક શંકાસ્પદ બાઇક જોવા મળ્યા હતા. જેને વેરિફાઈ કરતાં ઓનલાઈન રાઈડમાં આવેલા આ મુસાફર પર પોલીસને શંકા હતી.
ઝડપાયેલો આરોપી દીપક એક શેઠને ત્યાં નોકરી કરતો હતો. ત્યાં તેને છૂટો કરવામાં આવ્યો હતો. તેને ગામડે જવાનું હતું એ દરમિયાન તેને વિચાર આવ્યો કે હવે ગામડે જવાનું જ છે તો ચોરી કરતો જવ. તેણે ચોરી કરી અને પછી સીસીટીવીમાં ટ્રેક ન થાય એ માટે તેને ઓનલાઈન રાઈડ બુક કરી હતી. ત્યારબાદ તે લોકેશન પર પહોંચે એ પહેલા ત્યાંથી ઉતરી ગયો અને ચાલતા ચાલતા ગયો ચાલતા ચાલતા આગળ ગયા બાદ તેણે એક રીક્ષા કરી અને તેમાં બેસીને તે ગામડે જવા રવાના થયો હતો. પોલીસે એક પછી એક સીસીટીવી ચેક કરીને તેને ઝડપી પાડ્યો છે.









