અમદાવાદ: બાવળાના ભાયલા ટોલનાકા નજીકથી 39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, રાજસ્થાનના ટ્રકચાલકની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Liquor Seized: અમદાવાદના બાવળામાં આવેલા ભાયલા ટોલનાકા નજીક કેરાળા GIDC પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદે વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાંથી પોલીસે 39.16 લાખ રૂપિયાથી વધુની કિંમતની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી ટ્રકચાલકની અટકાયત કરી છે.
ટ્રકની તપાસમાં 4.,864થી વધુ દારૂની બોટલો મળી
મળતી માહિતી અનુસાર, કેરાળા GIDC પોલીસની ટીમને નેશનલ હાઈવે પરથી દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ભાયલા ટોલનાકા નજીક નાકાબંધી કરીને શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતાં તેમાંથી કુલ 4,864થી વધુ સીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની આશરે કિંમત 39,16,960 રૂપિયા થાય છે.
પોલીસે ઘટનાસ્થળેથી ટ્રકચાલક ગોકલારામ પદમારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી લીધી છે. પોલીસે સ્થળ પરથી 39.16 લાખ રૂપિયાનો દારૂ, 20 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 61,02,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને અમદાવાદ/ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય બે શંકાસ્પદ શખ્સો સામે કેરાળા GIDC પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.




