Ahmedabad

અમદાવાદ પૂર્વમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા! જશોદા નગર અને પુનિત નગરમાં ઘૂંટણસમા પાણી, સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં વરસાદ બાદ જશોદા નગર અને પુનિત નગર રેલવે ક્રોસિંગ પાસેના ગોવિંદકૃપા એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. દર વર્ષની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ગોઠવવા રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પૂર્વમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા! જશોદા નગર અને પુનિત નગરમાં ઘૂંટણસમા પાણી, સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ

Ahmedabad East Waterlogging : શહેરમાં પડેલા વરસાદ બાદ અમદાવાદ પૂર્વમાં આવેલા રામોલ - હાથીજણ વોર્ડના જશોદા નગર અને પુનિત નગર રેલવે ક્રોસિંગ નજીક આવેલા ગોવિંદકૃપા એપાર્ટમેન્ટ તથા આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાહનચાલકો અને રાહદારીઓની વધી મુશ્કેલીઓ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણી ભરાવાને કારણે આંતરિક રસ્તાઓ પર અવરજવર પ્રભાવિત થઈ હતી. કેટલાક વિસ્તારોમાં ટુ-વ્હીલરમાં એક્ટિવા/બાઈક તથા થ્રી-વ્હીલરમાં ઓટો રિક્ષા અને અન્ય વાહનોને પસાર કરવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે રાહદારીઓએ પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.

કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ

સ્થાનિકોના મતે, દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. તેમણે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

જરૂરી કાર્યવાહી કરાતી હોવાનો મનપાનો દાવો

બીજી તરફ, મહાનગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં પાણી ભરાવાની ફરિયાદો મળે ત્યાં પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે.