Ahmedabad

અમદાવાદ કોર્ટ ખીચોખીચ ભરાઇ! 187 જુગારીયાને લાવવા 5 બસો ઓછી પડી, હાજરી પૂરવામાં જ 2 કલાક નીકળી ગયા

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં 187 આરોપીઓને આજે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા. 5 બસોમાં લાવવામાં આવેલા આરોપીઓની હાજરી પૂરવામાં જ 2 કલાક લાગ્યા. કોર્ટે 168 આરોપીઓને જામીન પર મુક્ત કર્યા. જ્યારે, 9 મુખ્ય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગોવિંદ ઉર્ફે ગામા પટેલ મુખ્ય આરોપી છે, જે સીધા રોકડ વગર રસીદથી જુગાર ચલાવતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ કોર્ટ ખીચોખીચ ભરાઇ! 187 જુગારીયાને લાવવા 5 બસો ઓછી પડી, હાજરી પૂરવામાં જ 2 કલાક નીકળી ગયા

Ahmedabad Manpasand Gymkhana Gambling Case: અમદાવાદના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડવામાં આવેલા 187 આરોપીને આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાંથી 168 આરોપીઓને જામીન આપી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય 9 આરોપીના 8 ઓગષ્ટ સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

5 મોટી બસોમાં તમામ આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટમાં લાવવામાં આવ્યા

આ કેસમાં આજે બપોરે દોઢ વાગ્યે કુલ 5 મોટી બસોમાં તમામ આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આરોપીઓ, વકીલો અને સંબંધીઓની મોટી સંખ્યાના કારણે કોર્ટ સંકુલમાં ભીડનો માહોલ સર્જાયો હતો. આરોપીઓની હાજરી પૂરવામાં જ કોર્ટનો આશરે બે કલાક જેટલો સમય વિતી ગયો હતો.

168 આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ

તમામ આરોપીઓને તબક્કાવાર 13 નંબરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 168 આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે હાઇપ્રોફાઇલ નેટવર્ક અને મની ટ્રેલની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે 9 મુખ્ય આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી જે બાદ તેમના 4 રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં 24 કલાક ચાલી હતી SMCની રેડ

આ કેસનો મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામા કોળીદાસભાઈ પટેલ છે, જેની સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂકેલા છે અને તેને તથા અન્ય બોર્ડ ભાડે રાખનારા તમામને પણ આ રેડમાં ઝડપી લેવામાં આવ્યા હતા. આ જુગારધામ ચલાવવાની મોડસ ઓપરેન્ડી બહુ જ અલગ અને શાતિર હતી. અહીં સીધી રોકડની લેવડદેવડ કરવામાં આવતી નહોતી. જુગાર રમવા આવનારે અગાઉથી પૈસા જમા કરાવીને એક રસીદ મેળવવાની રહેતી. ત્યારબાદ પહેલા કે બીજા માળે જઈને રાઈટરને તે રસીદ બતાવે એટલે પ્રિન્ટેડ શીટ પર તેની સિલક નોંધાઈ જતી, અને પછી જ જુગાર રમવા દેવાતો હતો.