Ahmedabad

અમદાવાદ: સરખેજથી વાયએમસીએ તરફ જતા રોડની બાજુમાં પાણીથી ભરેલા ખાડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના SG હાઈવે પર સરખેજ-YMCA રોડ નજીક ખુલ્લા પ્લોટમાં પાણી ભરેલા ખાડામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. શુક્રવારે સાંજે સ્થાનિકોએ જાણ કરતા સરખેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. પોલીસે મૃતકની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા CCTV ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સરખેજથી વાયએમસીએ તરફ જતા રોડની બાજુમાં પાણીથી ભરેલા ખાડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઈવે પર સરખેજથી વાયએમસીએ (YMCA) ક્લબ તરફ જતા રોડ નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પાણીથી ભરેલા એક ખાડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સ્થાનિકોની નજર પડતાં પોલીસને કરાઈ જાણ

મળતી માહિતી અનુસાર, શુક્રવારે (14મી ઓગસ્ટ) સાંજે સરખેજથી વાયએમસીએ (YMCA) ક્લબ તરફ જતા રોડની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પાણી ભરેલા ખાડામાં એક મૃતદેહ હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. આ અંગે જાણ થતાં જ સરખેજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પાણીથી ભરેલા ખાડામાંથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ વ્યક્તિના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ મૃતકની પ્રાથમિક ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ વ્યક્તિ કયા સંજોગોમાં પાણી ભરેલા ખાડામાં પડ્યો અને આ મૃત્યુ અકસ્માત છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ કે કાવતરું છે તે દિશામાં સરખેજ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસી રહી છે.