Ahmedabad

અમદાવાદ: ઘાટલોડિયામાં સતાધાર બ્રિજ નીચેના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું, ઘટના CCTVમાં કેદ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઘાટલોડિયામાં સતાધાર બ્રિજ નીચેના જાહેર પાર્કિંગમાંથી ધોળા દિવસે બાઈકની ચોરી થઈ છે. નરોડાના બેંક કર્મચારી જીગ્નેશકુમાર મકવાણાનું બાઈક 30મી જૂનના રોજ સવારે પાર્ક કર્યા બાદ સાંજે ગાયબ મળ્યું. CCTV ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ બાઈક ચોરી ફરાર થતો દેખાયો છે. પોલીસે ગુનો નોંધી CCTV આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ઘાટલોડિયામાં સતાધાર બ્રિજ નીચેના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું, ઘટના CCTVમાં કેદ

Ahmedabad Bike Theft: અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા સતાધાર બ્રિજ નીચેના જાહેર પાર્કિંગમાંથી ધોળા દહાડે વધુ એક બાઈકની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નરોડામાં રહેતા અને બેન્કમાં કામ કરતા એક યુવકનું પાર્ક કરેલું બાઈક કોઈ અજાણ્યો શખસ ઉઠાવી જતા જાહેર પાર્કિંગની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે આ ઘટના અંગે CCTV ફૂટેજને આધારે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

નોકરીએ આવેલા યુવકનું બાઈક ગાયબ થયું

મળતી માહિતી અનુસાર, નરોડામાં રહેતા જીગ્નેશકુમાર મકવાણા સત્તાધાર ચાર રસ્તા પાસે શાંતિ મોલમાં આવેલી એક બેન્કમાં ઓફિસ બોય તરીકે ફરજ બજાવે છે. 30મી જૂનના રોજ સવારે 8 વાગ્યે તેઓ પોતાની બાઈક લઈને નોકરીએ આવ્યા હતા. તેણે નવરંગ ટાવર અને એચડીએફસી બેન્કની સામે આવેલા સતાધાર બ્રિજ નીચેના પાર્કિંગમાં પોતાનું વાહન લોક કરીને મૂક્યું હતું. જોકે, સાંજે ચાર વાગ્યે જ્યારે તે શિફ્ટ પૂરી કરીને ઘરે જવા માટે પરત ફર્યા, ત્યારે પાર્કિંગમાંથી તેમની બાઈક ગાયબ હતી.

CCTV ફૂટેજમાં કેદ થયો વાહનચોર

બાઈક પાર્કિંગમાં ન દેખાતા જીગ્નેશકુમારે આજુબાજુના વિસ્તારોમાં અને સ્થાનિક લોકોની પૂછપરછ કરીને ભારે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે કોઈ અજાણ્યો શખસ બાઈકનું લોક તોડીને ચોરી ગયો હોવાની શંકા જતા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં એક શખસ બાઈક ચોરીને ફરાર થતો જોવા મળ્યો હતો. આ ઘટના અંગે યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહનચોરને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.