અમદાવાદ: અખબારનગર અંડરબ્રિજમાં BRTS બસ અને 5 કાર વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Akhbarnagar Underbridge Accident: અમદાવાદના અખબારનગર અંડરબ્રિજમાં સોમવારે (31મી ઓગસ્ટ) એક જ લાઈનમાં જઈ રહેલી પાંચ કાર અને એક BRTS બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલી રહેલા એક વાહનના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હતું.
મલતી માહિતી અનુસાર, અખબારનગર સર્કલથી પ્રગતિ ક્રોસ રોડ તરફ જતાં અંડરબ્રિજની અંદર આ બનાવ બન્યો હતો. અચાનક એક પછી એક વાહનો અથડાતાં અંડરબ્રિજમાં થોડીવાર માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ 'બી' ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરાવી અંડરબ્રિજનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
ટ્રાફિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં તમામ મુસાફરો સુરક્ષિત છે અને માત્ર વાહનોને જ નુકસાન થયું છે. ટક્કર પાછળના ચોક્કસ સંજોગો અને કારણો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.




