Ahmedabad

અમદાવાદ: ઓઢવમાં આવેલા કારખાનામાં દુર્ઘટના, લિફ્ટ માથામાં વાગતાં શ્રમિક મહિલાનું મોત

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવ વિજય એસ્ટેટમાં કારખાનામાં કામ કરતી 42 વર્ષીય સીમાદેવી પાલનું લિફ્ટ વાગવાથી કરૂણ મોત થયું છે. શુક્રવારે (25 સપ્ટેમ્બર) સવારે કામ દરમિયાન લિફ્ટ માથા અને ચહેરાના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ઓઢવમાં આવેલા કારખાનામાં દુર્ઘટના, લિફ્ટ માથામાં વાગતાં શ્રમિક મહિલાનું મોત

Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિજય એસ્ટેટમાં આવેલા એક કારખાનામાં શુક્રવારે (25મી સપ્ટેમ્બર) કામ દરમિયાન લિફ્ટ માથા તેમજ ચહેરાના ભાગે વાગીતાં 42 વર્ષીય શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના બાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લિફ્ટ વાગતાં મહિલા લોહીલુહાણ હાલતમાં થઈ ઢળી પડ્યા

મળતી માહિતી અનુસાર, ઓઢવ મહેશ્વરીનગર, કમલેશ પાર્કમાં રહેતા 44 વર્ષીય પ્રદિપ પાલની પત્ની સીમાદેવી પાલ છેલ્લા ચારેક વર્ષથી ઓઢવ એક કરખાનામાં નોકરી કરતા હતા. શુક્રવારે (25મી સપ્ટેમ્બર) સવારે સીમાદેવી કારખાનામાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક માથા તથા ચહેરાના ભાગે લિફ્ટ વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ બાજુના કારખાનામાં કારમ કરતા તેના સંબંધીએ પ્રદિપકુમારને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત સીમાદેવીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.

ઓઢવ પોલીસે મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. હાલ આ મામલે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.