અમદાવાદ: સાબરમતીમાં રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને એસટી બસે ટક્કર મારી, ઘટનાસ્થળે જ નીપજ્યું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Road Accident: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઓએનજીસી કટ પાસે એસટી બસની અડફેટે આવતાં 70 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને બસ ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદની રેલવે કોલોનીમાં જવાહર ચોક, ભૂતબંગલા પાસે આવેલા સાહેબપુરાના છાપરામાં રહેતા ગજાજી મનરૂપજી મારવાડી (ઉંમર વર્ષ 70) સવારે કામ અર્થે નીકળ્યા હતા. તે સાબરમતી ચાર રસ્તા નજીક આવેલા ઓએનજીસી કટ પાસેથી પગપાળા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એસ.ટી. બસના ચાલકે તેમને અડફેટે લીધા હતા.
બસની ટક્કર વાગવાને કારણે ગજાજી મારવાડી ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સાબરમતી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને બસ ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




