અમદાવાદ: ઇસ્કોન ક્રોસ રોડ પર AMTS-BRTS બસના ડ્રાઇવર વચ્ચે માથાકૂટ, બસ સેવા ખોરવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ઇસ્કોન ક્રોસ રોડ ખાતે AMTS અને BRTS બસના ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થતાં થોડા સમય માટે જાહેર પરિવહન સેવા ખોરવાઈ હતી. BRTS કોરિડોરમાં AMTS બસના ડ્રાઇવરે રોંગ સાઇડમાં જઈને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં BRTS બસના ડ્રાઇવરો ઉગ્ર બન્યા હતા અને મામલો બિચક્યો હતો. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોને પણ બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
વિવાદ દરમિયાન AMTS બસના ડ્રાઇવરે બસને BRTS કોરિડોરમાં જ મૂકી દીધી હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ અન્ય બસોના ડ્રાઇવરોએ પણ બસો રોકી દીધી હતી અને મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. બસ સેવા અટકી પડતાં નોકરી-ધંધા માટે જતા મુસાફરો સહિત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસને જાણ થતાં અધિકારીઓ દોડતા થયા
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બીજી તરફ AMTS અને અમદાવાદ જનમાર્ગના અધિકારીઓ પણ ઘટનાને પગલે દોડતા થયા હતા. અધિકારીઓની દખલ બાદ ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો અને બસ વ્યવહારને ફરી પૂર્વવત્ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ તમામ ટ્રાફિક ક્લિયર કરી દેવામાં આવ્યો છે. AMTSની વિજિલન્સ ટીમ ઘટનાસ્થળે હાજર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે બસના ઓપરેટર સામે કાર્યવાહી કરવામાં આવશે.




