Ahmedabad

અમદાવાદમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કારસ્તાન, વટવામાં ગાંજો વેચતો માફીયા પકડાયો, પડીકી ખરીદવા કાયદેસરની લાઈનો

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં યુવાનોને નશાના રવાડે ચઢાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. વટવામાંથી પોલીસે જાહેરમાં ગાંજો વેચતા મોહંમદ ફૈઝાન શેખને 66 હજારની કિંમતના 215 ગ્રામ ગાંજા સાથે ઝડપ્યો છે. તે 100 રૂપિયામાં ગાંજાની પડીકી વેચતો હતો. વધુમાં, 18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યું છે. પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કારસ્તાન, વટવામાં ગાંજો વેચતો માફીયા પકડાયો, પડીકી ખરીદવા કાયદેસરની લાઈનો

Ahmedabad Drug Bust: અમદાવાદમાં યુવાનોને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સ માફિયા દ્વારા જાહેરમાં નશાલા પદાર્થ વેચવાનું વ્યવસ્થિત કારસ્તાન ચાલી રહ્યું છે. પોલીસે વટવામાંથી જાહેરમાં ગાંજો વેચતા યુવકને 66 હજાર રૂપિયાની કિંમતના 215 ગ્રામ ગાંજો તથા 18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું છે. જેમાં આરોપી 100 રૂપિયામાં ગાંજાની પકડીઓ વેચતો હતો જેને લેવા માટે લાઈન લાગતી હતી. જેની તેને 500 રૂપિયા મજૂરી મળતી હતી. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાહેરમાં ડ્રગ્સ અને ગાંજો વેચતા ત્રણ સામે ફરિયાદ

ક્રાઈમ બ્રાંચને વોટ્સએપ પર ફોન આવ્યો હતો કે વટવામાં એક રિક્ષામાં એમ.ડી.ડ્રગ્સ છે જેને લઈને પોલીસે વટવા ગામ પાસે જૈન તીર્થ માર્ગ નવા પુરા ખાતે તપાસ કરતાં આકાશ ચૂનારાની રિક્ષામાંથી કપડામાં વિંટાળેલું પકડું મળ્યું હતું. જેમાં 16 હજાર રૂપિયાની કિંમતનું 18 ગ્રામ 66 મીલી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જો કે, કોઈક વ્યક્તિ રિક્ષા ચાલકને ફસાવવા માટે પડીકી મૂકી ગયો હતો. પોલીસે એમ.ડી.ડ્રગ્સ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજી ઘટનામાં વટવા પોલીસે ચોક્કસ બાતમી આધારે વટવા ગ્રીન ચોક પાસે ખુલ્લા મેદાન પાસે લોખંડના શટર વાળી દુકાનના ઓટલા ઉપર બેસીને ગાંજો વેચતા શખ્સને રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં વટવા સૈયદવાડી ખાતે રહેતા મોહંમદ ફૈઝાન શેખ પાસેથી પોલીસે વનસ્પિત જન્ય 215 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં આ ગાંજો વેચવા માટે તેને 500 રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે તે ગાંજાના એક પકડી 100 રૂપિયામાં વેચતો હતો ગાંજો વેચવા આપનારા આામનખાન તથા મોહસીન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.