Ahmedabad

અમદાવાદ: રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસે બાઈકને અડફેટે લેતાં 55 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત, ડ્રાઈવર ફરાર

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન નીચે મંગળવારે AMTS બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી બસે 55 વર્ષીય અજાણ્યા બાઈકચાલકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. AMTS ડ્રાઈવરોના બેફામ ડ્રાઈવિંગ સામે ફરી સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસે બાઈકને અડફેટે લેતાં 55 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત, ડ્રાઈવર ફરાર

Ahmedabad AMTS Accident: અમદાવાદમાં રાણીપ મેટ્રો સ્ટેશન નીચે મંગળવારે પૂરઝડપે આવી રહેલી AMTS બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં આશરે 55 વર્ષીય બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વારંવાર અકસ્માતો સર્જાતા AMTSના ડ્રાઈવરોના બેફામ ડ્રાઈવિંગ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

WhatsApp Image 2026-09-29 at 5.58.30 PM.jpeg

ઘટનાસ્થળે જ આધેડનું મોત!

મળતી માહિતી મુજબ, રાણીપ મેટ્રો સ્ટેશન નીચેથી બાઈક (નં. GJ27BQ8188) લઈને પસાર થઈ રહેલા આધેડ પ્રશાંત પનુભાઈ શાહ(ઉમંર 58, રહે. પાલડી)ને પૂરઝડપે આવતી AMTS બસ (નં. GJ01KT2401) ના ચાલકે જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકરહતી કે બાઈકસવાર સીધા રસ્તા પર પટકાયા હતા, માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.

WhatsApp Image 2026-09-29 at 5.58.29 PM (1).jpeg

અકસ્માતના પગલે માર્ગ પર લોકોના ટોળાં એકઠા થઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા બસ ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.