Ahmedabad

દૂધ-દહીં બાદ હવે અમૂલે છાશ મોંઘી કરી! ભાવ ન વધાર્યા પણ જથ્થો ઘટાડીને આપ્યો ઝટકો

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
અમૂલે છાશના વિવિધ પાઉચમાં "શ્રિંકફ્લેશન" લાગુ કર્યું છે. ભાવ વધાર્યા વિના, અમૂલે 20 રૂપિયાના પાઉચમાં 650 MLને બદલે 620 ML, 10 રૂપિયાના પાઉચમાં 300 MLને બદલે 280 ML અને 5 રૂપિયાના જીરા છાશના પાઉચમાં 150 MLને બદલે 140 ML છાશ કરી છે. ગ્રાહકોને હવે તે જ ભાવે ઓછી છાશ મળશે, જે મોંઘવારીનો નવો ચહેરો દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દૂધ-દહીં બાદ હવે અમૂલે છાશ મોંઘી કરી! ભાવ ન વધાર્યા પણ જથ્થો ઘટાડીને આપ્યો ઝટકો
AI IMAGE

Shrinkflation in Amul buttermilk : દિવાળી પર્વ પછી મોટાભાગની વસ્તુઓના ભાવમાં વધારાના કારણે લોકોના ખિસ્સા પર અસર જોવા મળી રહી છે. જોકે હવે મોંઘવારીના મારની રીત પણ બદલાઈ ગઈ છે. કોઈપણ વસ્તુના ભાવ વધાર્યા વિના તેના જથ્થામાં ઘટાડો કરી નાખવો, જેના કારણે ગ્રાહકે તેટલા જ રૂપિયા ચૂકવવાના થાય, પરંતુ તેને વસ્તુ પ્રમાણમાં ઓછી મળે. આ પદ્ધતીને શ્રિંકફ્લેશન કહેવામાં આવે છે. અમૂલ દ્વાદા દૂધ, દહીંના ભાવમાં વધારો કરાયો જોકે છાશમાં ભાવ વધારાની જગ્યાએ જથ્થો ઘટાડવામાં આવ્યો.

અમૂલે છાશના વિવિધ પાઉચની માત્રામાં કર્યો ઘટાડો

અમૂલ દ્વારા છાશના વિવિધ પેકેટની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી ગ્રાહકને છાશ પહેલાના ભાવે જ મળશે પરંતુ પ્રમાણમાં ઓછી મળશે. રૂ.20ના છાશના પાઉચમાં અગાઉ 650 ML છાશ મળતી હતી, જેમાં હવે 30 MLનો ઘટાડો કરતા હવે 620 ML છાશ મળશે.

આ સિવાય રૂ.5ની જીરા છાશના પેકેટમાં અગાઉ 150 ML છાશ મળતી હતી, જેમાં 10 MLનો ઘટાડો કરાતા હવે 140 ML છાશ મળશે. આ ફેરફારની અસર નાના પાઉચ ખરીદતા ગ્રાહકો પર પડશે.

આ ઉપરાંત રૂ.10ની છાશના પાઉચમાં અગાઉ 300 ML છાશ મળતી હતી, જેમાં હવે 20 ML ઘટાડો કરાતા 280 ML છાશ મળશે. આ રીતે રૂ.5, 10 અને 20 એમ ત્રણેય પ્રકારના છાશના પાઉચની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અને ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.

અમૂલના આ ફેરફાવના કારણે હવે ગ્રાહકોએ કિંમત તો એ જ ચૂકવવાની રહેશે જોકે છાશ તેમને ઓછા પ્રમાણમાં મળશે. મોંઘવારીની આ નવી રીતમાં ભલે લોકોના ખિસ્સા પર બોજ ન પડે પરંતુ તેમને જથ્થો ઓછો મળશે.