અમદાવાદના નારણપુરામાં AMTS બસે બાઇકચાલકને અડફેટે લેતાં યુવકની હાલત ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Bus Accident: અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસોના ડ્રાઇવરોની લાપરવાહી ફરી એકવાર સામે આવી છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા નારણપુરામાં પલ્લવ ચાર રસ્તા પાસે AMTS બસે એક બાઇકચાલકને જોરદાર અડફેટે લેતાં ચકચાર મચી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, AMTS રૂટ નંબર 160ની આ બસ હાટકેશ્વરથી સિલ્વર ઓક યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. આ દરમિયાન નારણપુરાના પલ્લવ ચાર રસ્તા નજીક પહોંચતા જ બસના ચાલકે પોતાના કાબૂ બહાર બેફામ હંકારીને બાઇકચાલકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકચાલક રોડ પર પટકાયો હતો અને તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે AMC ની બસોની બેફામ રફ્તાર સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




