Ahmedabad

અમદાવાદના નિકોલમાં રોડ પર પાણી ભરાતા ‘સ્વિમિંગ પૂલ’ જેવી સ્થિતિ, વિકાસના દાવા વચ્ચે વરસાદી પાણી ભરાવાની સમસ્યા

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સ્થાનિકોના મતે, રોડ સ્વિમિંગ પૂલ બન્યા છે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે. મતદારો ભાજપ પર વિકાસ ન કરવાના આક્ષેપ કરી રહ્યા છે. લોકો તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના નિકોલમાં રોડ પર પાણી ભરાતા ‘સ્વિમિંગ પૂલ’ જેવી સ્થિતિ, વિકાસના દાવા વચ્ચે વરસાદી પાણી ભરાવાની સમસ્યા

Ahmedabad Nikol Waterlogging: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર એટલું પાણી ભરાયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે કે જાણે રસ્તો નહીં પરંતુ સ્વિમિંગ પૂલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

વરસાદ 01.jpg

સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન નિકોલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓને પણ પોતાના ઘર અને દુકાનો સુધી પહોંચવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે.

મત આપીને ભૂલ કરી?:સ્થાનિકો

નિકોલ વિસ્તારના વિકાસને લઈને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સામે પણ સ્થાનિક સ્તરે સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે વિકાસની આશા સાથે મત આપ્યા બાદ પણ વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, રોડ અને ડ્રેનેજ વ્યવસ્થામાં યોગ્ય આયોજન કરવામાં આવે તો ચોમાસા દરમિયાન સર્જાતી આવી સ્થિતિને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય. હાલ રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે અને તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

image.png

નિકોલના રહેવાસીઓનો સવાલ છે કે શહેરના વિકાસના દાવાઓ વચ્ચે જો વરસાદ પડતાં જ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય, તો આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? 'આ છે અમારું નિકોલ…' કહીને સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.