Ahmedabad

બાવળા પાસે માર્બલની આડમાં ચાલતું દારૂનું મોટું નેટવર્ક પકડાયું: ₹13.31 લાખનો વિદેશી દારૂ જપ્ત, 3ની ધરપકડ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે બાવળાના રજોડા ગામની સીમમાં "હનુમાનજી માર્બલ એન્ડ આર્ટ" ઓફિસના કંપાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. માર્બલની આડમાં સંતાડેલો ₹13.31 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. પોલીસે ₹10 લાખનો ટ્રક, સ્કૂટર અને 3 મોબાઈલ સહિત કુલ ₹24.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચિંતનસિંહ, રમેશચંદ્ર અને કિશન ગુર્જર નામના 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાવળા પાસે માર્બલની આડમાં ચાલતું દારૂનું મોટું નેટવર્ક પકડાયું: ₹13.31 લાખનો વિદેશી દારૂ જપ્ત, 3ની ધરપકડ

Bavla Liquor Smuggling Seized : અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારના રજોડા ગામની સીમમાં દરોડો પાડીને વિદેશી દારૂના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અપનાવેલી અનોખી મોડસ ઓપરેન્ડીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.

Bavla Liquor Seizure-1.jpg
માર્બલની આડમાં મદીરાની હેરાફેરી
ભગવાનના નામે ચાલતું દારુનું મોટું નેટવર્ક પકડાયું

માર્બલની આડમાં ચાલતો દારૂનો ધંધો

આરોપીઓ સામાન્ય રીતે કોઈને શંકા ન જાય તે રીતે અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલી 'હનુમાનજી માર્બલ એન્ડ આર્ટ' નામની માર્બલની ઓફિસના ખુલ્લા કંપાઉન્ડમાં માર્બલના મોટા બોક્સ અને સામગ્રીની આડમાં વિદેશી દારૂનો વિશાળ જથ્થો છુપાવીને હેરાફેરી કરી રહ્યા હતા. LCB PIની ટીમે હાથ ધરેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ સ્થળે સરપ્રાઇઝ રેડ કરીને બૂટલેગરોની ચાલબાજી પર પાણી ફેરવી દીધું હતું.

Bavla Liquor Seizure-2.jpg

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયરની કુલ 259 પેટીઓ (5,496 બોટલ/ટીન) જપ્ત કરી હતી, જેની કિંમત ₹13,31,400 થાય છે. આ સાથે દારૂની હેરાફેરીમાં વપરાયેલું ₹10 લાખની કિંમતનું આઇશર ટ્રક, ₹50,000નું સ્કૂટર અને ₹65,000ની કિંમતના 3 મોબાઇલ ફોન મળીને કુલ ₹24,46,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Bavla Liquor Seizure-3.jpg

ત્રણ આરોપીઓની ધરપકડ

આ મામલે પોલીસે ચિંતનસિંહ ઉર્ફે ચિન્ટુ દીલીપસિંહ રાઠોડ (મૂળ વડનગર, હાલ બાવળા), રમેશચંદ્ર ઉર્ફે રમેશ નકુડા લખુમ્બરા (મૂળ ઉદેપુર, હાલ રજોડા) અને કીશન રામેન્દ્ર ગુર્જર (રહે. ઉદેપુર, રાજસ્થાન) નામના ત્રણ આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરી છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.