રેલવેની શાન ગણાતી વંદે ભારતની ચમક ઉતરી! સોમનાથ જતી ટ્રેનમાં ગંદકીનું સામ્રાજ્ય-તૂટેલા કાચ મળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vande Bharat Express Maintenance Issues: મુસાફરોને ઝડપી, આધુનિક અને પ્રીમિયમ સુવિધા આપવાના દાવા સાથે દોડતી વંદે ભારત એક્સપ્રેસની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. ટ્રેન નં. 26801 સાબરમતી-વેરાવળ વંદે ભારત ગત 2 ઓક્ટોબરના રોજ ઢસા રૂટ પરથી પસાર થતી હોય ત્યારે ટ્રેનની બહારની ગંદકી, તૂટેલા કાચ અને ટૉઇલેટમાં કાટ લાગેલી હાલતમાં જોવા મળતાં રેલવેની જાળવણી વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.
પ્રીમિયમ ટ્રેનની વાસ્તવિકતા અને રેલવેના દાવા
રેલવે દ્વારા વંદે ભારત ટ્રેનને દેશમાં એક પ્રીમિયમ અને આધુનિક ટ્રેન તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ થોડા સમય પહેલાં જ બોટાદ-ઢસા રૂટ પરથી દોડાવવામાં આવતી ટ્રેનની વાસ્તવિકતાએ રેલવેના દાવાની ચમક ઉતારી દીધી છે.
જાળવણીના અભાવે મુસાફરોની હાલાકી
ટ્રેનના બહારના ભાગમાં ગંદકી, કેટલાક કાચ તૂટેલી હાલતમાં અને ટૉઇલેટમાં કાટના નિશાન જોવા મળતા હોવાના ફોટો અને વીડિયો ઢસા રૂટ પરથી એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાઇરલ કરી રેલવેની જાળવણી વ્યવસ્થા સામે સવાલો ઉભા કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે, તાજેતરમાં જ સૌરાષ્ટ્રના લોકો સોમનાથ દર્શન અને અમદાવાદ સિટીમાં આવવા-જવા માટે પ્રીમિયમ ટ્રેનનો લાભ મળે તે માટે આ ટ્રેનને તેના નિર્ધારિત રૂટ પરથી કાયમી માટે બોટાદ-ઢસા રૂટ પર ટ્રાન્સફર કરીને દોડાવવામાં આવી છે. આ સેવા શરૂ થઈને હજી થોડા જ મહિનાઓ થયા છે ત્યારે ટ્રેનની આવી સ્થિતિ જાળવણી વ્યવસ્થા સામે સવાલો ઉભા કરે છે.
મુસાફરોની અપેક્ષાઓ
પ્રીમિયમ ભાડું ચૂકવતા મુસાફરો સ્વચ્છતા અને સારી જાળવણીની પણ અપેક્ષા રાખે છે. રેલવે વંદે ભારતને પોતાની શાન ગણાવે છે ત્યારે તેની જાળવણીમાં પણ એ જ ધોરણ જવાય તેવી મુસાફરોની અપેક્ષા છે.




