Ahmedabad

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ત્રણ શ્રમિકો ગૂંગળાયા, ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યા

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ કેમ્પસમાં સુવેજ ટેન્ક સાફ કરતા 3 શ્રમિકો ઝેરી ગેસથી બેભાન થયા. એકને બચાવવા અન્ય બે ઉતરતા તેઓ પણ ફસાયા. ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ કરી ત્રણેયને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા છે. આ ઘટના મેન્ટેનન્સના કામ દરમિયાન બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ત્રણ શ્રમિકો ગૂંગળાયા, ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યા

Ahmedabad News: અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ગટરના ખાડા)ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થતાં ત્રણ શ્રમિકો બેભાન થઈ ગયા હતા. જો કે, અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ત્રણેય શ્રમિકોને મોતના મોંમાંથી બહાર કાઢી લીધા છે.

મળતી વિગતો અનુસાર, હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ગટરના ખાડા)ની સફાઈ દરમિયાન એક શ્રમિક અચાનક બેભાન થઈ ગયો હતો અને અર્ધ ભરેલી ટેન્કમાં નીચે પટકાયો હતો. તેને બચાવવા માટે અન્ય બે વ્યક્તિઓ પણ ટેન્કમાં નીચે ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસની અસરના કારણે તેઓ પણ ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને સુવેજના પાણીમાં ફસાઈ ગયા હતા.

ત્રણેય શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને એક શ્રમિકને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. જ્યારે બાકીના બે શ્રમિકો ફસાયેલા હોવાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાકીના બંને શ્રમિકોને પણ બહાર કાઢ્યા હતા.

શ્રમિકોની યાદી

  • પ્રવીણ વાઘેલા
  • સાહિલ નાડિયા
  • રોકી મેકવાન

અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના મેન્ટેનન્સના કામ દરમિયાન બનેલી એક દુર્ઘટના છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કોઈ બેદરકારી હોવાનું સામે આવ્યું નથી. હાલમાં આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.