Ahmedabad

અમદાવાદ: સાણંદના પ્રખ્યાત ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, 3 લાખની મત્તાની ચોરી

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સાણંદ બાયપાસ રોડ પર આવેલા ઉમિયા માતાજી મંદિરમાં 17 જુલાઈએ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ગર્ભગૃહના તાળા તોડી માતાજીના ચાંદીના છત્ર, મૂર્તિ સહિત કુલ ₹3,00,000ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ટ્રસ્ટી કનુભાઈ પટેલે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાથી પંથકમાં રોષ વ્યાપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સાણંદના પ્રખ્યાત ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, 3 લાખની મત્તાની ચોરી

Sanand Umiya Mataji Temple Theft Case: અમદાવાદના સાણંદ બાયપાસ રોડ પર આવેલા પ્રખ્યાત ઉમિયા માતાજીના મંદિરમાં 17 જુલાઈએ રાત્રે તસ્કરો ત્રાટકી ચોરીની મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ગર્ભગૃહના તાળા તોડીને માતાજીના ચાંદીના છત્ર અને મૂર્તિ સહિત કુલ રૂ.3,00,000ની મત્તાની ચોરી કરી નાસી છૂટતા સમગ્ર પંથકમાં ભારે રોષ છવાયો છે.

પવિત્ર ગર્ભગૃહને નિશાન બનાવી કિંમતી દાગીના ચોર્યા

પ્રાપ્ત વિગતો મુજબ, સાણંદ બાયપાસ રોડ પર આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો આયોજનબદ્ધ રીતે ઘૂસ્યા હતા. અંધારાનો લાભ લઈ તસ્કરોએ મંદિરના મુખ્ય ગર્ભગૃહના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ગર્ભગૃહમાંથી આશરે 2.5 થી 3 કિલો વજન ધરાવતું ચાંદીનું કિંમતી છત્ર (અંદાજિત કિંમત રૂ. 2.50 લાખ) તેમજ 500 ગ્રામની ચાંદીની પવિત્ર મૂર્તિ અને ભગવાનના અન્ય બગસરાના ગીલ્ટવાળા દાગીના મળી કુલ 3 લાખ રૂપિયાની મત્તા ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. સવારે જ્યારે પૂજારી અને ટ્રસ્ટીઓ મંદિરે આવ્યા ત્યારે તાળા તૂટેલા જોઈને ચોંકી ઉઠ્યા હતા.

મંદિરના ટ્રસ્ટીએ નોંધાવી ફરિયાદ

મંદિરમાં ચોરીની ઘટના અંગે વર્ષ 2019થી ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા આપતા કનુભાઈ ભીખાભાઈ પટેલે તાત્કાલિક સાણંદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાને લઈને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે.

CCTV ફૂટેજના આધારે પોલીસનો તપાસનો ધમધમાટ

સાણંદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી મંદિર પરિસરમાં અને બાયપાસ રોડ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવી તસ્કરોનું સગડ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.