ગુજરાતના વૈષ્ણોદેવી ભક્તો માટે ગુડ ન્યૂઝ! સાબરમતી-જમ્મુ તવી ટ્રેન હવે સીધી કટરા જશે, 50 કિમીનો ધક્કો બચશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarmati to Katra train extension: સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 19223(સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ)ના રૂટમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 18 ઑક્ટોબર 2026થી આ ટ્રેન હવે જમ્મુ તવી સુધી જ મર્યાદિત રહેવાને બદલે સીધી માતા વૈષ્ણોદેવી કટરા (SVDK) સ્ટેશન સુધી જશે. તેવી જ રીતે, વાપસીમાં ટ્રેન નંબર 19224 કટરાથી સાબરમતી બીજી એક્સપ્રેસ 20 ઑક્ટોબર 2026થી કટરાથી જ રવાના થશે.
યાત્રીઓની મુશ્કેલીઓ થશે દૂર
અગાઉ આ ટ્રેન મુસાફરોને સાંજે 18:40 વાગ્યે જમ્મુ તવી સ્ટેશન પર ઉતારતી હતી. ત્યાંથી કટરા સ્થિત બાણગંગા બેઝ કેમ્પ સુધી જવા માટે શ્રદ્ધાળુઓએ 50 કિલોમીટરનું અંતર કાપવા માટે અલગથી બસ કે ટેક્સી પકડવી પડતી હતી. મોડેથી પહોંચતી વખતે વિશેષ કરીને વડીલો અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને પ્રતિ સવારી 300થી 500 રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ પણ થતો હતો. હવે ટ્રેન સીધી કટરા પહોંચવાથી મુસાફરોના 2થી 3 કલાક અને નાણાં બંનેની બચત થશે.
કયા રાજ્યો અને સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ?
આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર રાજ્યના વિવિધ પ્રમુખ સ્ટેશનો પરથી પસાર થશે. જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં આ ટ્રેન સાંભા, બારી બ્રાહ્મણ અને શહીદ કૅપ્ટન તુષાર મહાજન (ઉધમપુર) સ્ટેશનો પર પણ રોકાશે.
કટરા સ્ટેશન પર મળશે આધુનિક સુવિધાઓ
કટરા રેલવે સ્ટેશન સીધું વૈષ્ણોદેવીની ચઢાઈના મુખ્ય બેઝ કેમ્પ એટલે કે બાણગંગાની નજીક આવેલું છે. સ્ટેશન પરિસરમાં જ યાત્રા રજીસ્ટ્રેશન કાઉન્ટર, ક્લોક રૂમ, પ્રી-પેડ ઓટો અને હોટેલ જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત અહીંથી તારાકોટ માર્ગ, બાણગંગા અથવા સાંઝી છત માટે હેલિપેડ કે રોપવે પોઇન્ટ સુધી પહોંચવું પણ ખૂબ જ સરળ બની જશે.




