ગુજરાતના 11 તાલુકામાં માંડ 10 ઈંચ વરસાદ પણ ન પડ્યો, 15 જિલ્લામાં ચિંતાની સ્થિતિ, દ.ગુજરાત જળબંબાકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Monsoon Update 2026: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અત્યારસુધી 31.78 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસ્યો છે. હજુ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની ઘટ છે અને 11 તાલુકા એવા છે જ્યાં 10 ઇંચ પણ વરસાદ હજુ નોંધાયો નથી.

11 તાલુકા એવા છે જ્યાં 10 ઇંચ પણ વરસાદ નોંધાયો નથી
22 સપ્ટેમ્બરની સ્થિતિએ દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 72 ટકા, પોરબંદરમાં 63 ટકા, જામગરમાં 48 ટકા, દાહોદમાં 40 ટકા, કચ્છ-સાબરકાંઠા-અરવલ્લીમાં 33 ટકા, જુનાગઢમાં 31 ટકા, ગીર સોમનાથમાં 27 ટકા સાથે વરસાદની સૌથી વધારે ઘટ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં અત્યારસુધી સૌથી ઓછો 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય જિલ્લા કે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે તેમાં પોરબંદર, કચ્છ, જામનગર અને વાવ થરાદનો પણ સમાવેશ થાય છે.

સપ્ટેમ્બરના 22 દિવસમાં જ અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાતના 20 તાલુકામાં 80 ઇંચથી વધુ વરસાદ છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત 12 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. રાજ્યમાં જૂન માસમાં માત્ર 1.50 ઇંચ, જુલાઈમાં 20.50 ઇંચ, ઓગસ્ટમાં 3.75 ઇંચ અને સપ્ટેમ્બરમાં 22 દિવસમાં અંદાજ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, વરસાદના મહિના ગણાતા જૂન અને ઓગસ્ટમાં જે વરસાદ આવ્યો એટલો વરસાદના અંતિમ દિવસોમાં આવ્યો છે.

હવામાન વિભાગની આગામી 23-24 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસુ વિદાય લેશે અને આ સાથે 25થી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુકા હવામાનની આગાહી પણ આજે જારી કરાઈ છે. જામનગર, કચ્છ પંથકમાં તો 23થી વરસાદી વિરામ સાથે સુકા હવામાનની શક્યતા છે.





