Ahmedabad

ઈમરાન ખેડાવાલાની મુશ્કેલી વધી, વંદે માતરમ વિવાદનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે 'વંદે માતરમ્' ગાન વખતે નિયમ ભંગ કરવા બદલ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. અધ્યક્ષે વીડિયો ફૂટેજ ચકાસીને આ મામલો ગૃહની વિશેષાધિકાર સમિતિને સોંપ્યો છે. 13 વર્ષ બાદ કોઈ ધારાસભ્યનો મામલો સમિતિને સોંપાયો છે, જે ગૃહની ગરિમા જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈમરાન ખેડાવાલાની મુશ્કેલી વધી, વંદે માતરમ વિવાદનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો

Imran Khedawala Notice: ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રગાન 'વંદે માતરમ્'ના ગાન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગૃહમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને વિધાનસભા અધ્યક્ષે સમગ્ર મામલો ગૃહની વિશેષાધિકાર સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો છે.

વીડિયો ફૂટેજ ચકાસ્યા બાદ લેવાયો નિર્ણય

ગૃહમાં જ્યારે 'વંદે માતરમ્'નું ગાન ચાલી રહ્યું હતું, ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા શરૂઆતમાં ઊભા થયા હતા, પરંતુ ગાન પૂર્ણ થાય તે પહેલા જ વચ્ચેથી બેસી ગયા હતા. નાયબ મુખ્યમંત્રી દ્વારા આ બાબતને ગૃહમાં વિશેષાધિકાર ભંગના મુદ્દા તરીકે ઉઠાવવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે ઘટનાના વીડિયો ફૂટેજ જોયા બાદ આ સમગ્ર મામલો વિશેષાધિકાર સમિતિને સોંપ્યો છે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આશરે 13 વર્ષના લાંબા ગાળા બાદ કોઈ ધારાસભ્યનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવ્યો છે, જે અગાઉ છેલ્લે વર્ષ 2011માં બન્યું હતું.

ગૃહની ગરિમાનું અપમાન અસ્વીકાર્ય

અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણના શપથ લઈને ગૃહમાં આવતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસેથી નિયમોના પાલનની અપેક્ષા સામાન્ય નાગરિકો કરતાં વધુ હોય છે અને ગૃહના નિયમો તથા ગરિમાનું અપમાન બિલકુલ ચલાવી લેવાય નહીં. આ ઘટના બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ પક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોને ગૃહની ગરિમા જાળવવા તેમજ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપી છે.